Loading Please Wait !!!
વર્લ્ડ રેકોર્ડ એક સાથે 9 સંતાનોનો જન્મ : 9 બાળકો હેલ્ધી અને સુરક્ષિત

=> ડોક્ટરોની મોટી ટીમે સતત દેખરેખ રાખીને ડિલીવરી કરાવી


સિટી ન્યૂઝ@માલી

માલીની રહેવાસી હલીમા સિસેએ એક સાથે ૯ બાળકોને જન્મ આપ્યો. પ્રેગ્નન્સી દરમિયાન હલીમાની હાલત ખૂબ જ નાજુક હતી.

વધુ સારી સારવાર માટે તેમને માલીથી મોરોક્કો મોકલવામાં આવ્યા, જ્યાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમે તેમની દેખભાળ શરૂ કરી.

ડોક્ટરોની મોટી ટીમે સતત દેખરેખ રાખીને ડિલીવરી કરાવી. સારી વાત એ રહી કે એ ૯ એ ૯ બાળકો સુરક્ષિત બચી ગયા. એક સાથે ૯ બાળકોનો જન્મ અત્યંત દુર્લભ હોય છે. આવા કિસ્સાઓમાં માતા અને બાળકો બંનેને ખતરો રહે છે. આથી તમામ બાળકોનું સ્વસ્થ બચી જવું એ મેડિકલ સાયન્સની મોટી સિદ્ધિ માનવામાં આવી.

હલીમા અને તેમના તમામ બાળકો સ્વસ્થ છે અને સારી રીતે ઉછરી રહ્યા છે. આ હકીકત હિંમત અને આધુનિક મેડિકલ ટેકનિકનું મોટું ઉદાહરણ બની ચૂકી છે.