રશિયા પશ્ચિમી દેશો માટે સૌથી મોટો ખતરો. સીધા હુમલા વગર સાયબર હુમલા કરાવી રહ્યું રશિયા.
-
આતંકીઓ AIથી જીવલેણ વાયરસ તૈયાર કરી શકે.
-
બ્રિટનની જાસૂસી સંસ્થાએ સુરક્ષા અંગે ચેતવણી આપી.
-
બાયોવેપન અને રોગચાળો ફેલાવવાનું જોખમ વધી ગયું.
સિટી ન્યુઝ @ લંડન
બ્રિટનની જાસૂસી સંસ્થા MI5ના ચીફ કેન મેકકેલમે ચેતવણી આપી છે કે હાલ પશ્ચિમી દેશો સામે રશિયા સૌથી મોટો ખતરો છે. રશિયા સીધા સૈન્ય હુમલા કરવાના બદલે છુપાઈને સાયબર હુમલાઓનો સહારો લઈ રહ્યું છે, જેથી તે નાટો દેશો સાથેના સીધા યુદ્ધથી બચી શકે. બીજી તરફ, ઈરાન પણ બ્રિટનમાં સૈન્ય મથકો પર મોટા હુમલા કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે.
આ સાથે જ જાસૂસી એજન્સીના વડાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ખતરા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે આતંકીઓ AIનો દુરુપયોગ કરીને રોગચાળો ફેલાવનારા જીવાણુઓ, બેક્ટેરિયા કે બાયોવેપન તૈયાર કરી શકે છે. AIની મદદથી અગાઉ ક્યારેય ન જોયા હોય તેવા જીવલેણ વાયરસ જનરેટ થવાનું મોટું જોખમ ઊભું થયું છે. બ્રિટનમાં આ પ્રકારના જોખમો સામે પહોંચી વળવા માટે હવે વિશેષ કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
રશિયા મોટો ખતરો અને AIનું જોખમ
બ્રિટનની જાસૂસી સંસ્થા MI5ના ચીફે ચેતવણી આપી છે કે પશ્ચિમી દેશો માટે રશિયા સૌથી મોટો ખતરો છે જે સાયબર હુમલા કરી રહ્યું છે. સાથે જ આતંકીઓ દ્વારા AIનો ઉપયોગ કરીને જીવલેણ વાયરસ અને બાયોવેપન તૈયાર કરવાના જોખમ અંગે પણ ગંભીર આશંકા વ્યક્ત કરવામાં આવી છે.