ભારતની નવી ક્વીન : સાધ્વી સેલેને મળ્યો મિસ ઈન્ડિયાનો તાજ
સિટી ન્યૂઝ@મુંબઇ
ઓડિશાના ભુવનેશ્વરમાં આયોજિત 61મા 'ફેમિના મિસ ઇન્ડિયા 2026'માં ગોવાની સાધ્વી સતીશ સૈલે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો તાજ પોતાના નામે કર્યો, જ્યારે મહારાષ્ટ્રની રાજનંદિની પવાર ફર્સ્ટ રનર-અપ અને ડો. શ્રી અદ્વૈતા સેકન્ડ રનર-અપ રહી છે. તેમણે જણાવ્યું કે, આ સફર માત્ર એક ખિતાબ સુધી સીમિત નથી, પરંતુ પોતાને વધુ સારા બનાવવાનો અનુભવ રહ્યો છે. સાથે જ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાની અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. સાધ્વી સતીશ સેલે 'ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026'નો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભુવનેશ્વરમાં આયોજિત 61મા ફેમિના મિસ ઇન્ડિયા મંચ પર તેણે દેશનું પ્રતિનિધિત્વ કર્યું. સાધ્વી સતીશ સેલે 'ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026'નો ખિતાબ પોતાના નામે કર્યો છે.