વિદ્યાર્થી શક્તિ સામે સરકાર નતમસ્તક: રોહિતસિંહ રાજપુત
Gen-Z અને દેશના યુવાનોની અખંડ એકતાને વદન : અન્યાય સામે લડાઈએ શિક્ષણ વ્યવસ્થાને પારદર્શક બનવા મજબૂર કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
નીટ પેપરલીક મામલે ચાલી રહેલા દેશના સૌથી મોટા અસરદાર આંદોલનના કારળો શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કોંગ્રેસના લડાયક વિદ્યાર્થીને રોહિતસિંહ રાજપુતે આ મામલે કહ્યું છે કે આ રાજીનામું તે માત્ર એક રાજકીય ફેરફાર નથી, પરંતુ દેશના કરોડો વિદ્યાર્થીઓનો અभूतપૂર્વ સંઘર્ષ, અખંડ એકતા અને લોકાશાહી પરના અયળ વિશ્વાસની જીત છે. નીટ (NEET) પેપર લીક જેવા ગંભીર અને ભવિષ્ય રૂંધતા મુદ્દા સામે દેશભરના વિદ્યાર્થીઓએ પોતાના હક અને આવનારી પીઢીના ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો. એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે મરે દરેક વિદ્યાર્થીની અજોડ એકતા અને સંઘર્ષને શત-શત વંદન કરવાનું મન થાય છે. Gen-Z એ સાબિત કરી દીધું છે કે જ્યારે દેશનો યુવા ન્યાય માટે એક થઈને ઊભો રહે છે, ત્યારે ગમે તેવી ગજબૂત સત્તાને પણ નમવું પડે છે.
દિલ્હીના જંતર-મંતર પર દેશના ખૂણે-ખૂણેથી આવેલા વિદ્યાર્થીઓ અને તડકો, વરસાદ અને ઠંડી વચ્ચે દિવસ-રાત રસ્તા પર વિતાવીને આંદોલન ચલાવ્યું. પૂરતી પ્રાથમિક સુવિધાઓ ન હોવા છતાં, આર્થિક ખેંચ અને પરિવારથી દૂર રહીને પણ માત્ર નાના-નાના નાસ્તાના પડીકાં ખાઈને ભૂખ્યા પેટે શિક્ષણમાં પારદર્શક માટે સંગ્રામ ચાલુ રાખ્યો. આ લડતમાં પ્રખ્યાત સામાજિક કાર્યકર સોનમ વાંગચુકનું અનશન અને હજારો વિદ્યાર્થીઓનું સમર્પણ દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ માત્ર વિરોધ નહોતો, પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થાને જવાબદાર બનાવવાનો ભગીરથ પ્રયાસ હતો.
આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ અને દમનકારી નીતિઓ અપનાવીને અવાજ દબાવવાનો પ્રયાસ થયો, પરંતુ સત્ય અને ન્યાયની લડાઈ લડી રહેલા યુવાનો એક ઇંચ પણ પાછળ હટ્યા નહીં. વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટીએ વિદ્યાર્થીઓની આ બાજી માંગણીઓને સમર્થન આપ્યું. આ લડાઈ કોઈ પક્ષની નહીં, પરંતુ દેશના દરેક વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્યની હતી. આ ऐतिहासिक વિદ્યાર્થી આંદોલનને સૌથી મોટી નૈતિક તાકાત પ્રખ્યાત સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના અનશન અને સમર્પણથી મળી. વિદ્યાર્થીઓ પર થતા અન્યાય અને શિક્ષણ વ્યવસ્થામાં વ્યામ ભ્રષ્ટાચાર સામે તેમણે પોતાનું સ્વાસ્થ્ય દાવ પર લગાવીને આમરશન અનશન હાથ ધર્યું હતું. તેમની આ અહિંસક અને સત્યાગ્રહી લડતે
દેશભરના યુવાનોમાં એક નવી ઉર્જા અને હિંમત પૂરી પાડી. સોનમ વાંગચુકનું આ ત્યાગ અને દેશના યુવાનોના ભવિષ્ય માટેનું સમર્પણ ભારતના શિક્ષણ
ક્ષેત્રના ઇતિહાસમાં સદાચ ગાતે યાદ રાખવામાં આવશે. તેમની આ લડાઈએ સાબિત કરી દીધું કે સત્ય અને નિષ્ઠા સામે ગમે તેટલી અહંકારી સત્તાને પણ આખરે નમવું જ પડે છે.
આંદોલનના પ્રથમ દિવસથી જ દેશના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીજી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટી વિદ્યાર્થીઓના પડખે મજબૂતીથી ઊભા રહ્યા. રાહુલ ગાંધીજીએ વિદ્યાર્થીઓની વેદના સમજીને તેમના ન્યાયની માંગણીને સંસદીય લડીને આબા દેશની શેરીઓ સુધી પ્રમુખતાથી વાથા આપવાનો પ્રયાસ કર્યો. જ્યારે સત્તા પક્ષ વિદ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેમને યુવાનોના સંઘર્ષને દેશવ્યાપી બળ પૂરું પાડ્યું. આ લડાઈ કોઈ રાજકીય લાભ માટે નહીં, પરંતુ દેશના નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણની गरिમા બચાવવા માટે હતી. રાહુલ ગાંધીજીના સતત સમર્થનને દર્શાવ્યું કે લોકશાહીમાં જ્યારે વિપક્ષ અને યુવા શક્તિ એક સાથે આવે છે, ત્યારે અન્યાયી સત્તાને નમવું જ પડે છે.
કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપુતે અંતમાં જણાવ્યું કે આ ઐતિહાસિક આંદોલનને સાબિત કર્યું છે કે જાગૃત યુવા શક્તિ જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે. આજે મળેલી સફળતા એ માત્ર શરૂઆત છે હવે પછીની દરેક પરીક્ષા પારદર્શક, નિષ્પક્ષ અને વિશ્વસનીય બને તેમજ ભવિષ્યમાં કોઈ પણ સરકાર વિદ્યાર્થીઓના હિત વિરુદ્ધ નિર્ણય લેતા પહેલાં સો વખત વિચારે એ જ આંદોલનની સાચી સફળતા છે.દેશના ખૂણે-ખૂણે આ લડાઈમાં જોડાયેલા દરેક સાથી અને વિદ્યાર્થી શક્તિને હૃદયપૂર્વક સલામ અને વંદન!