Loading Please Wait !!!
લગ્નના 5 મહિનામાં જ બાદશાહ અને ઈશા રિક્ખીના છૂટાછેડા: પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય

 

  • સોમવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સંયુક્ત નિવેદન શેર કરી બંનેએ આપી સત્તાવાર માહિતી

  • એકબીજાના આદર અને પરસ્પર સંમતિથી અલગ થઈ પોતપોતાના રસ્તે આગળ વધવાનો નિર્ણય લીધો

  • જુલાઈ મહિનાથી જ ઈશા રિક્ખી અને તેની માતાની સોશિયલ મીડિયા પોસ્ટથી વિવાદની ચર્ચા હતી

સિટી ન્યુઝ @ મુંબઈ

બોલિવૂડના જાણીતા રેપર-સિંગર બાદશાહ અને પંજાબી અભિનેત્રી ઈશા રિક્ખીએ લગ્નના માત્ર 5 મહિના બાદ પરસ્પર સંમતિથી અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી છે. સોમવારે મોડી રાત્રે બંનેએ પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સંયુક્ત નિવેદન શેર કરીને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તમામ અટકળો અને ચર્ચાઓનો અંત આણ્યો હતો.

આ નિર્ણય બાદશાહ અને ઈશાના માર્ચ મહિનામાં યોજાયેલા ખાનગી લગ્ન સમારોહના ગણતરીના સમય બાદ સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરતાં બાદશાહે સ્પષ્ટતા કરી હતી કે બંનેએ પરસ્પર સંમતિ અને એકબીજાના સન્માન સાથે અલગ થઈ પોતપોતાના રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું છે.

આ સાથે બંનેએ આ મુશ્કેલ અને ભાવનાત્મક સમય દરમિયાન તેમની વ્યક્તિગત પ્રાઇવસીનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે તેવી જાહેર જનતા અને ચાહકોને નમ્ર વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે આ વિષય પર તેમનું આ આખરી અને અંતિમ નિવેદન રહેશે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનાથી જ બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હોવાની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી. ઈશા રિક્ખીએ તૂટેલા દિલની ઇમોજી સાથે કેટલીક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી હતી તેમજ તેની માતાએ પણ કર્મ અને કાર્યો પર પોસ્ટ મૂકી હતી.

રેપર બાદશાહના આ અગાઉ જેસ્મિન મસીહ સાથે લગ્ન થયા હતા અને વર્ષ 2020 માં તેમના છૂટાછેડા થયા હતા, જેનાથી તેમને એક પુત્રી પણ છે. હવે બીજા લગ્નના માત્ર 5 મહિનામાં જ સંબંધોનો અંત આવતાં સેલેબ્સ અને ચાહકોમાં આશ્ચર્ય ફેલાયું છે.

બાદશાહ અને ઈશા રિક્ખી અલગ થયા

જાણીતા સિંગર બાદશાહ અને પંજાબી એક્ટ્રેસ ઈશા રિક્ખીએ લગ્નના માત્ર 5 મહિના બાદ પરસ્પર સંમતિથી અલગ થવાની સત્તાવાર જાહેરાત કરી છે. ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદન શેર કરીને બંનેએ મુશ્કેલ સમયમાં પ્રાઇવસીનું સન્માન કરવા વિનંતી કરી છે. અગાઉ 2020 માં પ્રથમ પત્ની જેસ્મિનથી અલગ થયા બાદ બાદશાહે માર્ચમાં બીજા લગ્ન કર્યા હતા.