Loading Please Wait !!!
રાજકોટમાં આખી ચા 30ની ભાવ વધારો લાગુ

ચાની ચૂસકી મોંઘી : હવે ચાની કિટલીએ મહેમાનોની આગતા-સ્વાગતા કેવી રીતે કરવી?
ખાંડ, દૂધ અને ચાની ભૂક્કીના ભાવો સતત વધતા લેવાયો નિર્ણય

સિટી ન્યૂઝ@રાજકોટ

મોંઘવારીનો માર હવે રાજકોટવાસીઓની રોજીંદી ચાની ચૂસકી પર પણ પડ્યો છે. રાજકોટમાં આજથી ચાના ભાવમાં વધારો લાગુ કરવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ અગાઉ ૧૦માં મળતી અડધી ચા હવે ૧૫ અને ૨૦ની આખી ચા હવે ૩૦માં મળશે.

ચાના ભાવમાં વધારા પાછળ ખાંડ સાહિત ચા બનાવવામાં વપરાતી સામગ્રીના વધેલા ભાવ જવાબદાર હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તાજેતરના અહેવાલો મુજબ ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ચાની કિટલી અને હોટલ સંચાલકો માટે જૂના ભાવે ચા વેચવી મુશ્કેલ બની હતી.

રાજકોટમાં રોજબરોજ ચા પીનારા લોકો માટે આ ભાવવધારો સીધો માસિક ખર્ચમાં વધારો કરશે. અગાઉ ચા પાછળ મહિને આશરે ૧,૫૦૦નો ખર્ચ થતો હોય તો હવે આ ખર્ચ ૨,૨૦૦થી વધુ થઈ શકે છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગના પરિવારના બજેટ પર વધારાનો બોજ પડશે.

ચાના ભાવ વધતા રાજકોટવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે. રોજીની ચા હવે વધુ મોંઘી પડતા લોકોએ રમુજી અંદાજમાં કહ્યું કે, "હવે ખર્ચ કાઢવા તો કરતા પણ ફરજિયાત કરવી પડશે!"

ચાની એક નાની ચૂસકી માટે પણ વધારાના રૂપિયા ચૂકવવાના થતાં મોંઘવારીની અસર હવે સામાન્ય માણસની રોજીંદી આદતો સુધી પહોંચી હોવાનું ચિત્ર સામે આવ્યું છે.