Loading Please Wait !!!
સ્વામિનારાયણ મંદિરમાં ગેસના બાટલાની કાળાબજારી?

માણાવદરના પીપલાણા સ્વામિનારાયણ મંદિરની ઘટના

» તપાસમાં 90 હજારની કિંમતમાં ગેસ સિલિન્ડરનો જથ્થો સીઝ કર્યો

સિટી ન્યૂઝ@માણાવદર

માણાવદર તાલુકાના પીપલાણા સ્વામિનારાયણ મંદિરમાં ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડરનું વેચાણ થવા વેચાણ કી કાળાબજારી કરવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતા બાદ માણાવદર મામલતદારની ટીમે દરોડો પાડી ૯૦ હજારનો ગેસ સિલિન્ડરનો જથ્થો કબ્જે કર્યો છે. જાગૃત નાગરિકોએ મંદિર પરિસરમાં ચાલતા કાળાબજારીની પોલ ખોલવામાં આવી હતી. સ્વામિનારાયણ મંદિરના મહંત અને સેવક દ્વારા બુલ્લેઆમ ૯૧૦ ના ભાવે

મહંતો ગેસનો બાટલો ગેરકાયદેસર રીતે ૧૨૫૦ની કિંમતે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વેચવામાં આવતો હતો. એક જાગૃત નાગરિકો દ્વારા મંદિર પરિસરમાં ચાલતા કાળાબજારીની પોલ ખોલવામાં આવી હતી. એટલું જ નહીં, વાયરલ થયેલા વિડિયોમાં ચોક્કસ જ્ઞાતિના લોકો પાસેથી પૈસા હાથથી સ્વીકારવાને બદલે જમીન પર રખાવીને લેવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું છે. આ સિવાય મહંત દ્વારા વિડિયોમાં એવું કબૂલ કરવામાં આવ્યું હતું કે તેઓ જૂનાગઢ, માણાવદર અને વંથલીથી આ ગેસના બાટલા મેળવતા હતા. મામલતદારે સ્વામિનારાયણ મંદિરમાં દરોડો પાડ્યો સોશિયલ મીડિયામાં મેસેજ અને વિડીયો પ્રસારિત થતાં કે તંત્ર હરકતમાં આવ્યું હતું.