Loading Please Wait !!!
મિત્રએ વધારે ચિકન ખાઈ લેતા બીજા મિત્રએ હત્યા કરી નાંખી

  • કર્ણાટકના બેલગાવીની ઘટના
  • રજાના દિવસે દારૂ અને ચિકન પાર્ટી કરી રહ્યા હતા
  • આરોપીએ બિલ્ડિંગ પરથી પડી ગયાનો દાવો કર્યો હતો
  • પોલીસે પૂછપરછ કરતા અરુણે ચાકુ મારવાની વાત કબૂલી લીધી

સિટી ન્યૂઝ@કર્ણાટક

કર્ણાટકના બેલગાવીમાં મિત્રે વધુ ચિકન ખાધું, તો મિત્રએ તેની ચાકુ મારીને હત્યા કરી દીધી. કર્ણાટકના બેલગાવીમાં બે મિત્રો સીતારામ અને અરુણ પાર્ટી કરી રહ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે એકબીજા કરતાં વધુ ચિકન ખાવા બાબતે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે એકે ગુસ્સામાં બીજાના છાતીમાં ચાકુ મારી દીધું. હુમલામાં સીતારામનું મોત થયું.ઘટના બાદ આરોપી અરુણ, સીતારામને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં તેણે મિત્રના બિલ્ડિંગ પરથી પડી જવાનો દાવો કર્યો. બંને બેલગાવીની સ્ટીલ કંપનીમાં કામ કરતા હતા. શરૂઆતમાં આરોપીએ હત્યાને અકસ્માત બતાવવાનો પ્રયાસ કર્યો. તેણે સીતારામ બિલ્ડિંગ પરથી પડી ગયા હોવાનો દાવો કર્યો. ગંભીર ઈજાઓને કારણે સીતારામનું મૃત્યુ થયું. બંને ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના કબીરગંજ ગામના રહેવાસી હતા. પોલીસે મામલાની તપાસ કરી અને આરોપીની પૂછપરછ કરી, તો અરુણે ચાકુ મારવાની વાત કબૂલી લીધી.