લગ્ન ન તથાં 29 પુરુષોએ આપઘાત કર્યો
મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાની ઘટના
8 મહિનામાં 383 પુરુષોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું
સિટી ન્યૂઝ@જલગાંવ
પોલીસના જણાવ્યા અનુસાર, ૨૯ પુરુષોએ કરેલી આત્મહત્યા માટે લગ્ન સંબંધિત સમસ્યાઓ જવાબદાર હતી. આ આંકડા બહાર આવ્યા, એ પછી જલગાંવમાં એક મુદ્દો ચર્ચાના ઝઘડોને ચઢ્યો છે: "વર્તમાન સમયમાં પુરુષોને કન્યા નથી મળતી." પણ અમે જ્યારે જલગાંવ જિલ્લાના વિવિધ ગામોનો પ્રવાસ ખેડ્યો, ત્યારે આ મામલાની વધુ જટિલ વિગતો સામે આવી હતી. મેં જ્યારે લગ્ન કરવા ઇચ્છુક યુવાનો, તેમના પરિવારો, મહિલાઓ અને આ વિષય પર અભ્યાસ કરી રહેલા સંશોધકો સાથે વાત કરી, ત્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે, આ સવાલ લાગે છે એટલો સરળ નથી. કારણ કે, જલગાંવમાં લગ્ન એ કેવળ બે વ્યક્તિઓ વચ્ચે લેવાતો નિર્ણય નથી. તે રોજગારી, જમીન, જ્ઞાતિ, પારિવારિક જવાબદારીઓ, સ્થળાંતર, મહિલાઓની બદલાઈ રહેલી અપેક્ષાઓ તથા સમાજ દ્વારા પુરુષો પાસેથી સેવવામાં આવતી અપેક્ષાઓ એક ગૂંચણું બની ગયું છે. જલગાંવમાં અમે વિશાલ પાટિલને મળ્યા
હતા. તેઓ ૩૦ વર્ષના છે અને પ્રોફેસર છે. લગ્ન અંગેનો તેમનો દષ્ટિકોણ ઘણા યુવાન પુરુષોના અનુભવ જેવો જ છે.
તેઓ કહે છે, "મારાં માતા-પિતા પણ ઇચ્છતાં કે હું લગ્ન કરી લઉં, પણ હું થોડા સમયથી મારાં લગ્ન પાછાં ધેલી રહ્યો છું. હું મારી કારકિર્દી પર ધ્યાન આપવા માંગુ છું. હું આર્થિક રીતે સ્વર્નિભર બનવા માંગું છું. મને કોઈ એવી સ્ત્રી મળી જાય, જે મને સમજે અને જેને હું મારી જીવનસંગીની માનું, ત્યારે જ હું લગ્ન કરીશ. તેને સાથે જ તેઓ નોંધે છે, સમાજે લગ્ન માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે. વિશાલાના જ શબ્દોમાં, "ભારતીય સમાજમાં એવી અપેક્ષા સેવવામાં આવે છે કે, ૨૪, ૨૫ કે ૨૬ વર્ષની વયે લગ્ન થઈ જવાં જોઈએ અથવા ૨૮ કે ૨૯ વર્ષની વયે તો લગ્ન થઈ ગયાં હોવાં જોઈએ. એક વખત ૩૦ વર્ષની વય પાર કરી દીધા પછી લોકો તેમને અલગ રીતે જોવા લાગે છે. આ દબાણ ફક્ત લગ્ન પૂરતું નથી. જો તમે લગ્ન ન કરો, તો ધિમે-ધિમે કશુંક ખૂટતું હોવાની લાગણી પણ મનમાં જન્મવા લાગે છે.