નવપરણિત કપલ હનીમૂન પર જવાને બદલે 30 દિવસમાં તપોત્સવમાં જોડાયું
સિટી ન્યૂઝ@મુંબઈ
૨૭ જૂને જ પરોણાં ભવ્ય અને ધુવી શાહને ખબર હતી કે આ વર્ષે સંઘમાં મોટા પાયે માસક્ષમણા થવાના છે. ના, પોતે એ મહાતપ કરવાનું પ્લાનિંગ નહોતું કર્યું. પણ વિચાર કર્યો કે આ માહોલ છોડીને હનીમૂન પર નથી જવું : કરવા માટે આખી લાઈફ છે, પણ આવો અવસર વારંવાર નહીં આવે. 'જોકે ૧ ઓગસ્ટે, પર્યક્કાણા પ્રદાનના દિવસે ધુવીનો બર્થ-ડે હોવાથી તેઓ લોનાવલા ગયાં હતાં. એ ભવ્યનાં મમ્મીએ ૮ ઉપવાસના પર્યક્કાણા લીધા. બીજે દિવસે આ યુગલ તેમજ મમ્મી સાથે મહારાજસાહેબને વંદન કરવા ગયું, ત્યાં ગુરુમહાર્ાજે તેમને અઠ્ઠમ (૩ ઉપવાસ) કરવાની પ્રેરણા કરી અને બીજી ઓગસ્ટથી ભવ્ય અને ધુવીએ સજીંદે ઉપવાસ શરૂ કર્યા. આવતી કાલે તેઓનો ત્રીસમો ઉપવાસ થશે અને મમ્મી કામિનીબેન પારણું કરશે.
કિડનીનાં ૬ ઓપરેશન, હૃદયમાં એક સ્ટેન્ટ; પરંતુ મક્કમ મનોબળ ધરાવતાં મદદમ વયનાં દક્ષા દેઢિયાએ નક્કી કર્યું હતું કે માસક્ષમણા સ્પેશિયાલિસ્ટ ગુરુદેવ અહીં આવ્યા છે તો સમૂહમાં આ તપ કરવું છે. પહેલા જ દિવસે સળંગ ૧૬ દિવસના અને બીજી વખત સળંગ ૧૪ દિવસનાં પર્યક્કાણા લઈને પોતાના સત્ત્વને સિમેન્ટ જેવું મજબૂત કર્યું. ગયા વર્ષે જ ખબર પડી ગઈ હતી કે તેના સંઘમાં આવતા વર્ષે ચાતુર્માસમાં સામૂહિક માસક્ષમણા થવાના છે. એટલે દિવ્ય ગાંધીએ લોંગ- ટાઇમ પ્લાનિંગ કરીને છેલ્લા ૧૦ મહિના દરમિયાન શનિવારે-રવિવારે વર્ક ફ્રોમ હોમ કરીને ૩૦ દિવસની રજા સિલકમાં રાખી અને ઉપવાસ શરૂ કર્યા.
૭૨ વર્ષની જૈફ વયનાં સરોજ લોઢાવાડાએ ‘આ ઉંબરે આવવું મોું તપ ક્યાંથી થાય?’ એ વિચારે પ્રથમ પર્યક્કાણાના દિવસે ઘરે બેસીને યુટ્યુબ પર પ્રોગ્રામ જોયો અને એકસાથી ૫૦૦ ભાવિકોને જોઈને તેમનું મન એવું ભીંજાયું કે નક્કી કરી લીધું કે મારે પણ આ તપોયાત્રામાં જોડાવું છે. સ્કીન પર જ્યારે ગુરુગવર્ત દ્વારા પર્યક્કાણા પ્રદાનનું દશ્ય આવ્યું ત્યારે હાથ જોડીને સળંગ ૧૧ ઉપવાસનો નિયમ લઈ લીધી અને ખૂબ સ્વસ્થતાથી માસક્ષમણા યાત્રામાં આગળ વધી રહ્યાં છે.