રાજકોટમાં ‘શાકભાજી’ જેમ હથિયારો વેંચાયા !
રાજકોટ પોલીસને વેપન કાર્ટેલ ગેંગમાં દરરોજ મળતી સફળતા
-
વધુ 3 સાગરીતો 3 હથિયારો સાથે ઝડપાયા: રિમાન્ડ પર રહેલ વધુ એક શખ્સ પાસેથી હથિયાર જપ્ત
-
અત્યાર સુધીમાં PCBની ટીમે 20 શખ્સોની 38 હથિયાર 32 કાર્ટિસ સાથે ધરપકડ કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ પીસીબીએ હથિયારોની હેરાફેરી કરતી વેપન કાર્ટેલ ગેંગ ઉપર રીતસરની ધૌંસ બોલાવી હોય તેમ વધુ ૩ સાગરીતોને ૩ હથિયાર સાથે ઝડપી લીધા છે આ ઉપરાંત રિમાન્ડ પર રહેલા ગાવસ્કર પાસેથી વધુ એક દેશી તમંચો કબજે કર્યો છે આજે પોલીસ દ્વારા કબજે કરાયેલા તમામ ૩૮ હથિયારો એક સાથે દેખાડવામાં આવ્યા હતા. રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચના અન્વયે રાજકોટ પીસીબીના પીઆઈ એમ આર ગોંડલીયા, પીએસઆઈ આર કે જાડેજાની ટીમે અત્યાર સુધીમાં વેપન
કાર્ટેલ ગેંગના ૨૦ સાગરીતોની ધરપકડ કરી ૩૮ હથિયાર અને ૩૨ જીવતા કાર્ટીસ કબજે કર્યા છે
આજે પીસીબીની ટીમે જસદણ તાલુકાના બોધરાવદર ગામના વિશાલ મેપાભાઈ ચોહલા, ચોટીલાના ચાણપા ગામના વિજયસિંહ વજાભાઈ ગોહિલ અને ચુડાના સમઢીયાળા ગામના પ્રતાપ ઉર્ફે શિરાજ ભરતભાઈ આચરની ધરપકડ કરી ત્રણેય પાસેથી ૧ દેશી બનાવટની પિસ્તોલ અને ૨ તમંચા કબજે કર્યા છે જ્યારે આ ગુનામાં રિમાન્ડ પર રહેલા ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિકભાઈ ઉર્ફે અનિલભાઈ રોજાસરા પાસેથી વધુ એક દેશી તમંચો કબજે કર્યો છે આજે પીસીબી ખાતે તમામ હથિયારો એકસાથે પોલીસ દ્વારા મીડિયા સમક્ષ દેખાડવામાં આવ્યા હતા.