Loading Please Wait !!!
વાંકાનેરના વઘાસીયામાં મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

  • 3 અજાણ્યા શખ્સો દાનપેટી અને પૂજાપો ચોરી ફરાર
  • CCTVમાં ચોરીની સમગ્ર ઘટના કેદ; વાંકાનેર સીટી પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તપાસના ચક્ર ગતિમાન કર્યા

સિટી ન્યૂઝ@વાંકાનેર

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે આવેલ પાળ પરના પ્રખ્યાત શક્તિ માતાજીના મંદિરમાં તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ની રાત્રે ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. મોડી રાત્રે આશરે ૧૧:૧૮ વાગ્યાના સુમારે ત્રણ અજાણ્યા તસ્કરોએ મંદિર પરિસરમાં પ્રવેશ કરી દાનપેટી, ભગવાનના થાળમાં રાખેલી ચીજવસ્તુઓ તેમજ બે-ત્રણ સત્તરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.મંદિરમાં લાગેલા CCTV કેમેરાના ફ્રૂટેજ તપાસતા સમગ્ર ચોરીની વરવી ઘટના કેમેરામાં કેદ થયેલી જોવા મળી છે. ફ્રૂજ મુજબ, ચોરી કરવા આવેલ ત્રણ શખ્સોમાંથી એક શખ્સ ચેકવાળો શર્ટ પહેર્યો હતો,

જ્યારે બીજા શખ્સે શર્ટ અને માથા પર સફેદ બોકાનો બાંધેલો હતો. આ દરમિયાન ત્રીજો શખ્સ બહાર ઉભો રહીને ધ્યાન રાખી રહ્યો હતો. ચોરીને અંજામ આપ્યા બાદ પકડાઈ જવાના ડરે એક શખ્સે CCTV કેમેરાને હાથ મારીને નીચે પાડી દીધો હતો, પરંતુ તે પહેલાં જ બંને તસ્કરોની તમામ પ્રવૃત્તિ કેમેરામાં આબાદ ઝડપાઈ ચૂકી હતી. આ બનાવ અંગે મંદિરના પૂજારી દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે લેખિત અરજી આપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વાંકાનેર સીટી પોલીસે CCTV ફ્રૂટેજના આધારે ત્રણેય અજાણ્યા તસ્કરોની ઓળખ મેળવી તેઓને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.