Loading Please Wait !!!
પાટીદાર દીકરીએ ઠાકોરના યુવક સાથે 4 મહિના પહેલા લગ્ન કર્યા હતા બાદમાં રક્ષાબંધનના બહાને યુવતીને ઉપાડી ગયા

મહેસાણામાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું કરાયું અપહરણ

સિટી ન્યૂઝ@મહેસાણા

મહેસાણા જિલ્લામાં પ્રેમલગ્ન કરનાર યુવતીના અપહરણનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડનગર તાલુકાના ગલેકપુર ગામની વૈદેહી નામની પાટીદાર યુવતીએ આશરે ૮ મહિના પહેલાં છાબલિયા ગામના સચિન ભરતજી ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. હવે રક્ષાબંધનના તહેવાર દરમિયાન યુવતીને વડનગર બોલાવી તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રક્ષાબંધન નિમિત્તે વડનગર નજીક પેટ્રોલપંપ પાસે બ્લોક ફીલ્ડવાળી અટિંગા ફાર્મમાં આવેલા લોકો યુવતીને લઈ ગયા હોવાનો આરોપ છે. કારના કાચ પર 'રાઠોડ' લખેલું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું હોવાનું સામે આવ્યું છે.

આ સમગ્ર મામલે પટેલ જેનિલ પરેશભાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. યુવતીને કયા કારણોસર અને કોના દ્વારા લઈ જવામાં આવી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પ્રેમલગ્ન બાદ યુવતીના અપહરણની આ ઘટનાને પગલે પરિવારજનોમાં ચિંતા ફેલાઈ છે. પોલીસ દ્વારા ફરિયાદના આધારે સમગ્ર ઘટનાના સંજોગો, યુવતીને લઈ જવા માટે અપહરાયેલી કાર અને તેમાં સવાર લોકો અંગે તપાસ હાથ ધરમાં આવી છે. યુવતીને શોધવા માટે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી હોવાથી ઘટનાની વધુ વિગતો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.