Loading Please Wait !!!
કચ્છમાં પોલીસ સ્ટેશનની છત પર ચઢી મહિલાનો હોંગામો મારી નજીક આવશે તો કૂદી જઈશ

  • પ્રિન્ટર તોડી નાખ્યું, પોલીસકર્મી ઈજાગ્રસ્ત બચાવવા ગયેલી પોલીસકર્મીને સીડીઓ પરથી ધક્કો

સિટી ન્યૂઝ@રાપર

કચ્છમાંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ પોલીસ સ્ટેશનની છત પર ઊભા રહીને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. જોકે, સદનસીબે મહિલા આત્મહત્યાના પ્રયાસમાં સફળ રહી ન હતી અને તેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. આ સમય્ર ઘટના દરમિયાન એક મહિલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ યુવતીએ પોલીસ સ્ટેશનની અંદર ભારે હોબાળો મચાવીને પ્રિન્ટર પણ તોડી નાખ્યું હતું. ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ હાઈવોલ્ટેજ ડ્રામા કચ્છના રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશનમાં સર્જાયો હતો. જ્યાં એક મહિલાના અચાનક હોંગામાથી પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. મહિલા પોલીસ સ્ટેશનની છત પર ચઢી ગઈ અને નીચે કૂદી જવાની ધમકી આપવા લાગી, જેના કારણે થોડા સમય માટે ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.

રાયમલવાંઢ-કાનમેરમાં રહેતી બાગીબેન નાગજી કોળી અને નાગજી છગન કોળીને સવારે એક અરજીના સંબંધમાં બયાન નોંધાવવા અને અટકાયત સંબંધિત કાર્યવાહી માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બંને પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. જો કે, સાંજના સમયે બંને ફરીથી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને "અમારી જ અટકાયત કેમ કરવામાં આવે છે?" તેવા આક્ષેપો સાથે પોલીસ કાર્યવાહી સામે વાંધો ઉઠાવીને ઉગ્ર હોબાળો શરુ કર્યો હતો. હોબાળા દરમિયાન મહિલા ડાઇઇંગ રાઇટર રૂમમાં ઘુસી ગઈ હતી અને ટેબલ પર રાખેલું કોમ્પ્યુટર પ્રિન્ટર જમીન પર પટકીને તોડી નાખ્યું હતું.

આટલું જ નહીં, તે પોલીસ સ્ટેશનની છત પર ચઢી ગઈ અને ધમકી આપી કે જો કોઈ તેની નજીક આવશે તો તે નીચે કૂદી જશે. પરિસ્થિતિની ગંભીરતા પારખીને પોલીસકર્મીઓ છત પર પહોંચ્યા અને મહિલાને સમજાવીને સુરક્ષિત નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.