Loading Please Wait !!!
રાજકોટને હાઈકોર્ટની બેન્ચની માંગ સાથે બુધવારે વકીલોની હડતાલ

  • સૌરાષ્ટ્ર-કચ્છ બાર એસોસિએશનના હોદ્દેદારો આવી લડતમાં જોડાવા ટેકો જાહેર કર્યો
  • લડત એવી લડો કે હાઈકોર્ટ બેન્ચ મળે, આજની બેન્ક બાદ થોડા દિ શાંતિ

સિટી ન્યૂઝ@રાજકોટ

સૌરાષ્ટ્રમાં રાજકોટને કરી હાઈકોર્ટની બેન્ચ આપવા માંગ ઉઠી છે. છેલ્લા એક વર્ષથી રાજકોટ બાર એસોસિએશન દ્વારા આ માંગ મુકવામાં આવી છે અને રજુઆત પણ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજ રોજ રાજકોટ શહેરના મધ્યમાં રેસકોર્સ નજીક જાનકી હોટલમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાંથી અન્ય શહેર જિલ્લાના બાર એસોસિએશન સાથે જોડાયેલા હોદ્દેદારો ઉપસ્થિત રહી આ લડતને મજબૂત રીતે આગળ કેવી રીતે વધારવી તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા ગુજરાતના કાયદા મંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હતી અને ફરી આવતા સમયમાં રજૂઆતો સાથે માંગને વધુ મજબૂત બનાવવામાં આવશે.

રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશ મગુંડેએ જણાવ્યું હતું કે, રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે એ માટે છેલ્લા એક વર્ષથી લડત ચલાવી રહ્યા છીએ. અગાઉ પણ બેઠક કરવામાં આવી હતી એ રીતે આજે પણ સૌરાષ્ટ્રના અલગ અલગ બાર એસોસિએશન સાથે બેઠકનું આયોજન કરી આગામી રણનીતિ ઘડવામાં આવશે. રાજકોટમાં હાઈકોર્ટની બેંચથી સૌરાષ્ટ્રના લોકોને સીધો ફાયદો થશે તેવું તમામ બાર એસોસિએશનનું માનવું છે માટે આ લડત મજબૂત રીતે આગળ વધારવા પ્રયત્ન કરી રહ્યા છીએ.

થોડા દિવસ અમે કાયદાંત્રીને રજૂઆત કરી હતી એમને હકારાત્મક અભિગમ રાખેલ છે. અને આ જ રીતે સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને પત્ર લખી લેખિત રજૂઆત કરવામાં આવી છે અને આગળ પણ આ જ રીતે રજૂઆતને મજબૂત બનાવી લડત આગળ વધારવામાં આવશે.

એકાદ વર્ષ પૂર્વે મહારાષ્ટ્રમાં હાઈકોર્ટની બેન્ચ કોલાપુરને ફાળવવામાં આવ્યા બાદ રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ છેલ્લા એક વર્ષથી સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ ફરી શરૂ કરવા માંગ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો જે અંતર્ગત એક કમિટી બનાવી અને કાયદાકીય રીતે આ લડત ચલાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આજરોજ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ બાર એસોસિએશનને જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું. જેમાં

રાજકોટના રેસકોર્સ નજીક જાનકી હોટલમાં સવારે ૧૧ વાગ્યે આ બેઠક મળી હતી જેમાં રાજકોટ બાર ઉપરાંત આસપાસના તાલુકા અને સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાંથી બાર એસોસિએશન સાથે જોડાયેલા ૮૦ જેટલા વકીલો ઉપસ્થિત રહ્યા હતા.

આજે મળેલી બેઠકમાં સૌ લોકોએ રાજકોટને સૌરાષ્ટ્રની હાઈકોર્ટ બેન્ચ મુકામ આપવી જોઈએ તે અંગે ચર્ચા વિચારણા કરી તેમજ ક્યાં ક્યાં મુદ્દાને આવરી લઈ કોને કોને સાથે રાખી કઈ કઈ જગ્યાએ ક્યારે રજૂઆત કરવી અને શું રજૂઆત કરવી તેમજ કેવી રીતે રજૂઆત કરવી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ ૧૯૮૩ સમયમાં હડતાલ પણ કરવી પડી હતી એ રીતે આ વખતે જરૂર પડશે ઉગ્ર રજૂઆત કરવી કે કેમ અથવા કાયદાકીય રીતે માંગ કેવી રીતે કરવી તે અંગે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને અન્ય શહેર

જિલ્લામાંથી આવેલા બારના હોદ્દેદારો ટેકો જાહેર કરી જરૂર પડશે રાજકોટ બારની સાથે ઉભા રહી સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ અપાવવાની માંગ અને લડતમાં જોડાવા સહમતી દાખવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો ગુજરાતના કાયદા મંત્રીને મળી હાઈકોર્ટ બેંચ રાજકોટને ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેમને હકારાત્મક પલણ અપનાવી સરકારમાં આ અંગે વકીલોના રજૂઆતને ધ્યાને લેવા સહમતી દાખવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અને એક વર્ષ પૂર્વે કરાયેલ લેખિત રજૂઆત કરી રાજ્ય અને કેન્દ્ર લેવલે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ કરવામાં આવશે. ગુજરાતમાં ચીફ જસ્ટીસને પણ ફરી રજૂઆત કરવામાં આવશે અને સૌરાષ્ટ્ર લોકો સસ્તો અને સરળતાથી સમયસર ન્યાય મળે એ માટે પ્રયાસ કરી હાઈકોર્ટ બેંચ માટે માંગ કરવામાં આવશે.