મનપાના ફૂડ વિભાગ દ્વારા ત્રણ આઈસ્ક્રીમ- કુલ્ફીના નમુના લેવાયા
=> ઉનાળામાં રૂ.100 થી 500 સુધીના ગોલાનું વેચાણ કરનાર વેપારીઓ સામે આરોગ્ય વિભાગનું કુણું વલણ
સિટી ન્યૂઝ@રાજકોટ
ઉનાળામાં ૪૩ ડીગ્રી તાપમાનમાં રાજકોટ ધખધખી ઉઠ્યું છે.અત્યારે નાગરીકો ઠંડા પાણી, આઈસ્ક્રીમ, ગોલા, શેરડીના રસ તરફ આકર્ષાયા છે.રાત્રીના સમયે પણ ઉકળાટમાં રૂ.100 થી ૫૦૦ સુધીના ગોલા ખાવા માટે લાઈનો લાગી છે.ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ નીચે કુલ 4 નમૂના લેવામાં આવ્યા છે.
ફૂડ વિભાગની ટીમ દ્વારા અંબિકા ટાઉનશિપ પાસે આવેલ આવિષ્કાર આઇસક્રીમમાંથી રાજભોગ આઇસ્ક્રીમ (લૂઝ), માવામલાઈ આઇસ્ક્રીમના નમુના લેવામાં આવ્યા હતા. જ્યારે મોટામવામાં શ્યામ પાર્ક મેઈન રોડ પર કે કે ફૂડ પ્રોડક્ટસમાંથી કેસર કુલ્ફી અને કાજુ ગુલકંદ આઈસ્ક્રીમના નમુના લેવામાં આવ્યા હતા.ફૂડ વિભાગની ટીમ તથા એફ.એસ.ડબ્લ્યુવાન સાથે શહેરના અમિન માર્ગ તથા રેસકોર્સ રિંગ રોડ વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 31 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
જેમાં 4 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત બીગબાઈટ, પટેલ આઇસ્ક્રીમ, પાયલ રસ, શિવ આઇસ્ક્રીમ, મારુતિ નંદન ફૂડ(રોલીઝ આઇસ્ક્રીમ), કે ક્રંચી રિપબ્લિક કાફે સહિતના સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી.