Loading Please Wait !!!
ભારતમાં પાસપોર્ટના નિયમોમાં મોટા ફેરફાર: ટીનએજર્સ માટે નવા ધોરણો જાહેર

 

  • 15 વર્ષથી નીચેના સગીરોનો પાસપોર્ટ 5 વર્ષ અથવા 18 વર્ષની ઉંમર સુધી રહેશે માન્ય

  • 15 થી 18 વર્ષના કિશોરો માટે 10 વર્ષ અથવા 18 વર્ષ સુધીના બે વિકલ્પો ઉપલબ્ધ

  • સામાન્ય પાસપોર્ટની ફી 1500 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભારતમાં પાસપોર્ટના નિયમોમાં વધુ એક વખત મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ હવે ટીનએજર્સ (સગીરો) માટે પાંચ વર્ષ માટે પાસપોર્ટ ઇશ્યુ કરવામાં આવશે, જે પાંચ વર્ષ અથવા સગીર 18 વર્ષના થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી માન્ય રહેશે. આ નવા નિયમો ગેઝેટમાં પ્રસિદ્ધ થવાની તારીખથી જ અમલી બની ગયા છે. આ ઉપરાંત વિદેશ મંત્રાલય દ્વારા પાસપોર્ટ પ્રોસેસીંગ ફીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે, જેનાથી નાગરિકોના ખિસ્સા પર સીધી અસર પડશે.

નવા નિયમો અનુસાર 15 વર્ષથી નીચેના સગીરનો પાસપોર્ટ વધુમાં વધુ પાંચ વર્ષ અથવા તે 18 વર્ષના થાય ત્યાં સુધી જ માન્ય ગણાશે. જ્યારે 15 થી 18 વર્ષની ઉંમરના સગીરો માટે બે વિકલ્પો રાખવામાં આવ્યા છે; પ્રથમ વિકલ્પમાં તેમને 18 વર્ષ થાય ત્યાં સુધીની મુદતનો પાસપોર્ટ મળે છે, અને બીજા વિકલ્પમાં 10 વર્ષની પૂરી મુદત માટે પાસપોર્ટ ઇશ્યુ થાય છે, જેમાં સામાન્ય પાસપોર્ટની જેમ પોલીસ વેરિફિકેશન વગેરે પ્રક્રિયા ફરજિયાત બને છે.

પાસપોર્ટ અરજી અને પ્રોસેસીંગ ફીમાં થયેલા સુધારા મુજબ, સામાન્ય 36 પાનાના પાસપોર્ટ માટેની ફી 1500 રૂપિયાથી વધારીને 2500 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે તત્કાલ પાસપોર્ટની ફી 3500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા થઈ ગઈ છે. વારંવાર પ્રવાસ કરતા લોકો માટેના 60 પાનાના સામાન્ય પાસપોર્ટની ફી 2000ના બદલે 3500 રૂપિયા તથા તત્કાલમાં 60 પાનાના પાસપોર્ટની કિંમત 4000થી વધારીને 6000 રૂપિયા અને રીપ્લેસમેન્ટ કે રી-ઇસ્યુ પાસપોર્ટની કિંમત 5500થી વધારીને 8500 રૂપિયા કરવામાં આવી છે.

આ ઉપરાંત 18 વર્ષથી ઓછી ઉંમરના સગીરો માટે 36 પાનાનો પાસપોર્ટ હવે 1000 રૂપિયાના બદલે 1750 રૂપિયાની ફી સાથે મળશે, અને આ જ પાસપોર્ટ રી-ઇસ્યુ કરવાનો ચાર્જ 3000થી વધારીને 4250 રૂપિયા કરાયો છે. રાહતના સમાચાર એ છે કે 8 વર્ષથી નીચેના બાળકો અને 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે 10% ડિસ્કાઉન્ટની સુવિધા અગાઉની જેમ યથાવત રાખવામાં આવી છે, જો કે રી-ઇસ્યુના કેસમાં આ વળતર મળશે નહીં.

સરકારી સેવાઓ અને નાગરિક સુવિધાઓ

પાસપોર્ટ જેવા મહત્વપૂર્ણ આધિકારિક દસ્તાવેજોના નિયમો અને ફી માળખામાં સમયાંતરે કરવામાં આવતા ફેરફારો નાગરિકો માટે જાણકારી મેળવવી અને પ્રવાસનું આયોજન કરવું અત્યંત આવશ્યક બનાવે છે.