Loading Please Wait !!!
લંડન યુનિવર્સિટીમાં CJI સૂર્યકાંતને ઘેરવાનો પ્રયાસ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

  • ભારતમાં લોકશાહીના નામે સવાલ પૂછતી મહિલાને આયોજકોએ સરેઆમ અટકાવી
  • 'કોકરોચ' અને 'પેરાસાઈટ' વાળા નિવેદન પર સવાલ પૂછવા જતા સર્જાઈ ભયાનક કટોકટી
  • AI પરના વ્યાખ્યાનમાં વિવાદિત પ્રશ્નો પૂછવાનો આયોજકોએ કર્યો આકરો અને ખુલ્લો વિરોધ

સિટી ન્યુઝ @ લંડન

બ્રિટનની અત્યંત પ્રતિષ્ઠિત ગણાતી યુનિવર્સિટી ઓફ લંડનના બિર્કબેક કેમ્પસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતના ઐતિહાસિક કાર્યક્રમમાં એક ભયાનક અને સુનિયોજિત હોબાળો સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન કેટલાક ભારત વિરોધી તત્વો દ્વારા ભારતના લોકતાંત્રિક વાતાવરણ અને અસંમતિના અવાજો દબાવવા અંગે ઝેરીલા પ્રશ્નો ઉઠાવીને કાર્યક્રમમાં સરેઆમ ખલેલ પહોંચાડવાનો આક્રમક પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ આકરા અને અપમાનજનક ઘટનાક્રમ પર લંડન સ્થિત ભારતીય હાઈકમિશને (ઉચ્ચાયોગ) તાત્કાલિક કમાન્ડો એક્શન લેતા સખત નારાજગી વ્યક્ત કરી છે અને આ કૃત્યને સાર્વજનિક સંવાદની મર્યાદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવ્યું છે.

CJI સૂર્યકાંત 4 જૂનના રોજ લંડનની સંસ્થામાં 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આંતરરાષ્ટ્રીય કાયદો' વિષય પર વ્યાખ્યાન આપવા પહોંચ્યા હતા. તેમના હાઈ-વોલ્ટેજ સંબોધન બાદ સવાલ-જવાબના સત્રમાં એક મહિલાએ ભારત વિરુદ્ધ પ્રોપેગેન્ડા ચલાવતા અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો મુજબ, તે મહિલાએ CJI ના તાજેતરના ‘કોકરોચ’ અને ‘પેરાસાઈટ’ વાળા નિવેદન પર આકરો સવાલ પૂછવાની હિંમત કરી હતી. જોકે, આયોજકોએ આ ભારત વિરોધી એજન્ડાને તરત જ કાપી નાખતા કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું હતું કે કાર્યક્રમનો વિષય માત્ર AI હોવાથી આવા વિવાદિત અને અસંબંધિત પ્રશ્નો બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

આ હાઈ-વોલ્ટેજ વિવાદ પર ભારતીય હાઈકમિશને સત્તાવાર નિવેદન જાહેર કરી સ્પષ્ટ શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું છે કે લોકતાંત્રિક સમાજમાં મતભેદો હોઈ શકે છે, પરંતુ કોઈ સાર્વજનિક કાર્યક્રમમાં ઘૂસીને તેને હાઈજેક કરવાનો પ્રયાસ બિલકુલ અસ્વીકાર્ય છે. અગાઉ CJI સૂર્યકાંતે AI ના જોખમો વિશે ઐતિહાસિક વક્તવ્ય આપતા કહ્યું હતું કે ટેકનોલોજીનો ઉપયોગ બંધારણીય મૂલ્યો અને માનવીય ગરિમા મુજબ થવો જોઈએ. ભારતની બદનામી કરવા માટે વિદેશી ધરતી પર રચાયેલા આ ષડયંત્રને સત્તાવાળાઓએ નિષ્ફળ બનાવી દીધું હતું.

ભારતીય હાઈકમિશનનો પ્રોપેગેન્ડા ફેલાવતા તત્વો પર કડક પ્રહાર

લંડન યુનિવર્સિટીમાં CJI ના કાર્યક્રમમાં થયેલો હોબાળો ભારત વિરોધી એજન્ડાનો જ એક મોટો હિસ્સો હતો. હાઈકમિશને આકરા શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે ભારત વિરુદ્ધ બોલવાના બહાને સન્માનજનક કાર્યક્રમોની ગરિમા તોડવાનો ખેલ કોઈ કાળે સાંખી લેવાશે નહીં. આ ઘટનાએ વિદેશમાં રહેલા ભારત વિરોધીઓના ચહેરાને ફરી ખુલ્લો પાડી દીધો છે.