Loading Please Wait !!!
ઉલટીનું કહી મુસાફરોના ખિસ્સા હળવા કરતી રિક્ષા ગેંગ ઝડપાઈ

=> એક પખવાડિયામાં શાપર અને રાજકોટમાં પાંચ ચોરી કર્યાની કબુલાત આપી

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ અને શાપરમાં એક પખવાડિયામાં મુસાફરોને રિક્ષામાં બેસાડી ઉલટી-ઉબકાનું બહાનું કરી રોકડ રકમ અને અન્ય કિંમતી વસ્તુઓ સેરવી લેતી રિક્ષા ગેંગના ત્રણ સભ્યોને આજી ડેમ પોલીસે સ્વાતી પાર્ક મેઈન રોડ પર ગુ.હા.બોર્ડના કુવાર્ટર પાસેથી ઝડપી લઈ રિક્ષા અને રોકડ સહિત 33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.  રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં રીક્ષા ગેંગ વિરુદ્ધ નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા આપેલી સૂચના અન્વયે પીઆઇ એચ એન પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ વી ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફના પિયુષભાઇ ચિરોડીયા, ગોપાલભાઈ બોળીયા અને હરપાલસિંહ જાડેજાને  બાતમી મળી હતી કે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ગેંગ હાલ સ્વાતી પાર્ક મેઈન રોડ પરથી પસાર થવાની છે આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી રીક્ષા અટકાવી તેમાં બેઠેલા શખ્સોના નામઠામ પૂછતાં ત્રણેય ગોંડલ ચોકડી પાસે ઝૂંપડામાં રહેતા સંજય વિઠ્ઠલભાઈ પરમાર , અરવિંદ રાજુભાઈ કુંવરીયા  અને રણજિત રાજુભાઈ કુંવરીયા હોવાનું જણાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી રોકડ અને રિક્ષા સહિત 33 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ એવી કબૂલાત આપી હતી કે છેલ્લા ૧૫ દિવસમાં ટોળકીએ પાંચ સ્થળે ચોરી કરી હતી. જેમાં કોરાટ ચોક પાસે મુસાફર પાસેથી 5 હજાર, શાપર નજીક ટોલનાકા પાસે 7 હજાર, શાપરના કિસાન ગેઈટ પાસે 5 હજાર, ગોંડલ રોડ પર 3500 અને ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાસે મુસાફર પાસેથી 7000ની ચોરીનો સમાવેશ થાય છે.