Loading Please Wait !!!
IAS તુકારામ મુંઢે 24 ટ્રાન્સફર છતાંય અડગ, ભ્રષ્ટાચારીઓ દૂર ભાગે

મહારાષ્ટ્ર FDA કમિશનરને ટ્રાન્સફર માટે આંતરરાષ્ટ્રીય ડ્રગ લોબીએ 250 જમા કરાવ્યા MLAના આરોપ

  • ■ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઈમાનદાર અધિકારીનો મુદ્દો ગુંજ્યો

  • ■ ફૂડ વિભાગમાં ભેળસેળ કરતા લોકો ઉપર રોજ સર્જિકલ સ્ટ્રાઈક

  • 904 દરોડા પાડી 35 કરોડથી વધુ કિંમતના ગુટખા પાન અને મસાલા જપ્ત કર્યા

હોટલ, રેસ્ટોરાં અને રસ્તાની બાજુમાં ખાણીપીણીની દુકાનોને બોટલ બંધ પાણી ખરીદવા માટે દબાણ નહીં મફત સ્વચ્છ પાણી રાખવાની કડક સૂચના

સીટી ન્યૂઝ@મુંબઈ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢે એક મોટા રાજકીય વિવાદના કેન્દ્રમાં જોવા મળ્યા છે. રાજ્ય વિધાનસભામાં તેમની બદલીના કથિત પ્રયાસ અને આ મામલે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા’ની સંડોવણી અંગે સનસનાટીભર્યા આરોપો લગાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં NCP (શરદ પવાર)ના ધારાસભ્ય જિતેન્દ્ર અન્હાડે કહ્યું કે, FDA કમિશનર તુકારામ મુંઢેના ટ્રાન્સફર માટે એક આંતરરાષ્ટ્રીય ડ્રગ લોબીએ ૨૫૦ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે ફાર્માસ્યુટિકલ અને ફૂડ ક્ષેત્રના શક્તિશાળી વ્યક્તિઓ અને ભ્રષ્ટ અધિકારીઓ IAS અધિકારી દ્વારા ભેળસેળ અને ગેરકાયદેસર વેપાર પર કાર્યવાહીથી નાખુશ હતા. અન્હાડે કહ્યું, ‘હું આવતા સોમવારે વિધાનસભામાં આ રેકેટમાં સામેલ તમામ મોટા નામોનો પર્દાફાશ કરીશ.’ ગૃહમાં આ મુદ્દે ત્યારે વધુ ગરમાવો જ્યારે BJP ધારાસભ્ય સુધીર મુંગંટીવારે મુંઢેના કામની પ્રશંસા કરી અને કહ્યું કે અધિકારી ઓછામાં ઓછા ૩ વર્ષ સુધી તેમના પદ પર રહેવા જોઈએ. શિવસેના ધારાસભ્ય અર્જુન ખોટકરે દાવો કર્યો હતો કે, મુંઢેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે અને તેમના માટે સુરક્ષા વધારવાની માંગ કરી હતી. ચર્ચાનો જવાબ આપતા, મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી નરહરિ ઝિરવાલે તાત્કાલિક ટ્રાન્સફરની અટકળોને ફગાવી દીધી. તેમણે કહ્યું કે મુંઢેને તેમના પદ પરથી દૂર કરવાનો કોઈ પ્રશ્ન જ નથી અને તેમના કાર્યને અસરકારક ગણાવ્યું. જોકે, મંત્રીએ સ્વીકાર્યું કે, વિભાગ હજુ પણ વાહનો અને માળખાગત સુવિધાઓનો અભાવ અનુભવી રહ્યો છે. મહારાષ્ટ્રના સૌથી પ્રખ્યાત IAS અધિકારીઓમાં એક, તુકારામ હરિભાઈ મુંઢેએ પોતાને કોઈ પણ મુદ્દે સમાધાન ન કરનારા અને પુરી રીતે સ્વતંત્ર અધિકારી તરીકે સ્થાપિત કર્યા છે. મુંઢે એક નાના ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના પિતા, હરિભાઈ મુંઢે, એક નાના ખેડૂત હતા, જ્યારે તેમની માતા, આશાભાઈ મુંઢે, મુશ્કેલ આર્થિક પરિસ્થિતિઓ છતાં ઘર સંભાળતા હતા. 

  • મુંબઈની નામાંકિત 6 હોટલના લાઈસન્સ આજે કેન્સલ કર્યા
  • આદિત્ય બિરલા ગ્રુપની ન્યૂ એજ રેસ્ટોરાં એન્ડ કેફે પ્રાઈવેટ લિમિટેડનું લાઈસન્સ રદ કરાયું

સીટી ન્યૂઝ@મુંબઈ

ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેએ જે હોટલ, દુકાનો કે ખાવાની સામગ્રી વેચતા સ્ટોલ્સ સ્વચ્છતા સહિતના FDAના નિયમો નથી પાળતા એમની સામે કાર્યવાહીનો સપાટો બોલાવ્યો છે. નિયમ પાળો નહીં તો કાર્યવાહીનો સામનો કરો એવી સ્પષ્ટ ચીમકી તુકારામ મુંઢેએ આપી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે કરવામાં આવતા ચેડાં નહીં ચલાવી લેવાય એવી ચેતવણી આપતા મુંબઈની નામાંકિત ૬ હોટલોનાં લાઈસન્સ કેન્સલ કરી દીધાં છે. FDAએ સોમવારે મુંબઈની ૬ જાણીતી હોટલો સામે કાર્યવાહી કરી હતી અને એમાં લાઈસન્સ પણ કેન્સલ કર્યા હતાં. આ કાર્યવાહી હેઠળ વર્લીમાં પોઈન્ટ પર આવેલી આદિત્ય બિરલા ગ્રુપની આદિત્ય બિરલા ન્યૂ એજ રેસ્ટોરાં એન્ડ કેફે પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ચલાવાતી હિલ્ટન અને વારસા રેસ્ટોરાંનું ૨૭ જૂને ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ત્યાં વાનગીઓનું મિસબ્રાન્ડિંગ થતું હોવાનું એટલે કે દર્શાવ્યા મુજબના પદાર્થો ફુડમાં વપરાવામાં આવ્યા નહોતા એવું જણાઈ આવ્યું હતું. એટલે તુકારામ મુંઢેએ આદેશ આપતાં હોટલનું લાઈસન્સ કેન્સલ કરવામાં આવ્યું છે. અન્ય હોટલો પર પણ કાર્યવાહી કરીને તેમનાં લાઈસન્સ કેન્સલ કરવામાં આવ્યાં છે. સાંતાક્રુઝ-ઈસ્ટની ગોપાલ કૃષ્ણ હોટલના કિચનમાં અંદર ફરી રહ્યા હતા. અંધેરીના કરાક એન્ટરપ્રાઈઝ નામના જાણીતા કિચન અને સ્ટોરેજ સેન્ટરમાં મોટી સંખ્યામાં ઉંદર મળી આવ્યા હતા. બાંદરાની સેલિબ્રિટીની માલીકી મદ્રાસ ડાયરીઝ હોટલમાં સ્વચ્છતાના કોઈપણ નિયમ પાળવામાં આવતા નહોતા.