Loading Please Wait !!!
કાશ્મીરમાં વાદળ ફાટ્યું અરુણાચલમાં પૂર આવ્યું

  • MP-બિહારમાં વીજળી પડવાથી 8 નાં મોત

સિટી ન્યૂઝ@કાશ્મીર

જમ્મુ-કાશ્મીરના ડોડામાં બુધવારે સવારે ૨ વખત વાદળ ફાટ્યું. ભલેસાના દલાલગીસર વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે પૂર આવ્યું. પુષ્કળ કાટમાળ પહાડી પરથી વહીને રસ્તા પર આવી ગયો. જેના કારણે રસ્તાઓ બ્લોક થઈ ગયા. બીજી તરફ, અરુણાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનનો કહેર ચાલુ છે. અત્યાર સુધીમાં ૪ લોકોના મોત થયા છે. અંજો જિલ્લાના સારતી ગામમાં ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મોત થયું. આ પહેલા કીધી પથ્થરોમાં પૂરના પાણીમાં ૩ લોકો તણાઈ ગયા હતા. હિકારીઓના જણાવ્યા અનુસાર ૨ લોકો ગુમ છે. ૨૮ જિલ્લાના ૯૦ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બીજી તરફ, ચંપા નદીના છાલામાં બાઈક સહિત બે યુવકો તણાઈ ગયા. બિહારમાં પણ વીજળી પડવાથી ૫ લોકોના મોત થયા. યુપીના સોનભદ્રમાં મંગળવારે સાંજે ૪ વાગ્યે પિકનિક મનાવવા ગયેલા ૩ લોકો વરસાદી નાળાના તેજ પ્રવાહમાં તણાઈ ગયા. એકનું મોત થયું, ઉત્તરાખંડમાં વરસાદને કારણે દેહરાદૂનમાં રિસપના નદી ગાંડીતૂર બની છે. ગંગાના વધતા જળસ્તરને જોતા ઋષિકેશમાં મંગળવાર સાંજથી ૩૧ ઓગસ્ટ સુધી રાફ્ટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.