બિહારમાં પૂર; 5 હજાર સ્કૂલ પાણીમાં ડૂબી જવાથી બંધ
બિહારમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદના કારણે 40 લાખ લોકો અસરગ્રસ્ત થયા
સૌથી વધુ પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર, બેગુસરાનાં લોકો અસરગ્રસ્ત
સિટી ન્યૂઝ@બિહાર
બિહારમાં સતત પાંચ દિવસથી થઈ રહેલા વરસાદને કારણે ૧૪ જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ૪૦ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. પાંચ હજારથી વધુ સ્કૂલ પૂરના પાણીમાં ડૂબી જવાને કારણે બંધ કરવામાં આવી છે.આમાં સૌથી વધુ પટના, ભોજપુર, સારણ, વૈશાલી, ભાગલપુર અને બેગુસરાયના લોકો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેમ્બરમાં અત્યાર સુધી બિહારમાં ૮૩.૬ મિમી વરસાદ નોંધાયો છે, આ સામાન્ય કરતાં ૪૪% વધુ છે. ભાગલપુરના સુલતાનગંજમાં ગંગાનું પાણી ૩૭.૭૮ મીટર સુધી પહોંચી ગયું છે. આ ૨૦૨૧માં નોંધાયેલા ૩૬.૭૫ મીટરના સૌથી ઊંચા સ્તર કરતાં પણ વધુ છે. અહીં તિલકા માંઝી યુનિવર્સિટીમાં ગંગાનું પાણી ઘૂસી ગયું છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓ અવરજવર માટે હોડીનો સહારો લઈ રહ્યા છે.
આ તરફ, યુપીના ૨૬ જિલ્લા પૂરની ઝપેટમાં છે અને લગભગ ૪ લાખ લોકો
અસરગ્રસ્ત થયા છે. સતત વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. બરેલીમાં પ્રાચીન મંદિર રામગંગા નદીમાં સમાઈ ગયું, જ્યારે બારાબંકીમાં સરયૂના પાણીમાં લગભગ ૧૨ મકાનો ડૂબી ગયા.
ફર્ફુઆબાદમાં ૧૦ દિવસમાં ૧૫ મકાનો ગંગામાં સમાઈ ગયા છે. જ્યારે, એમપી અને રાજસ્થાનમાં હાલ વરસાદ થંભી ગયો છે. એમપીમાં આગામી ૩ દિવસ ભારે વરસાદની સંભાવના નથી. રાજસ્થાનમાં ૧૧ સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થવાનો અંદાજ છે. બુધવારે અહીં ૧૦ શહેરોમાં તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર રહ્યું. હવામાન વિભાગે રાજસ્થાનમાં ૧૧ સપ્ટેમ્બરથી વરસાદનો દોર શરૂ થવાની સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે ૫ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. આ પછી ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે ભરતપુર, જયપુર, અજમેર, કોટા અને ઉદયપુર સંભાગના વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બુધવારે રાજ્યના તમામ શહેરોમાં સવારથી મોડી સાંજ સુધી તડકો રહ્યો. રાજસ્થાનમાં ૧૦ શહેરોમાં મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીથી ઉપર નોંધાયું.
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિયઃ શનિવારથી 4 દિવસની આગાહી
ધ્રોલમાં 2 ઈંચ, મહુવામાં, અબડાસામાં વરસાદ ચાલુ
સિટી ન્યૂઝ@બિહાર
૧૨ સપ્ટેમ્બરથી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સહિત વડોદરામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો ૧૩ સપ્ટેમ્બરથી નવસારી, વલસાડ અને ડાંગમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લાંબા સમય સુધી વરસાદ ખેંચાયા બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી ખેડૂતોને પાછા રાહત થઈ શકે છે.તો તાફ અંમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. ખાંભા ગીર પંથકમાં ગામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટુ. ખાંભાના ભાડ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેનાથી ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા હતા. જ્યારે કપાસ, મગફળી સહિત પાકને જીવનદાન મળ્યો. વરસાદ
ઝાપટા બાદ હવે સારા વરસાદની ખેડૂતોને રાહ છે.આજે ૧૦ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ.કે દાસના જણાવ્યા અનુસાર, ૧૨થી ૧૪ સપ્ટેમ્બર વચ્ચે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેનાથી ગામની સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો. ૧૨ સપ્ટેમ્બરે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે