Loading Please Wait !!!
દ્વારકાધીશ મંદિરમાં ભાજપ માટે કાયદો અલગ !

 

ભાજપના મંત્રી સામે પોલીસ ઘૂંટણીયે

ભાજપ નેતા જીતુ વાઘાણીએ મંદિરની અંદર ફોટોશૂટ કરાવી વીડિયો ઉતાર્યા

પોલીસની બેવડી નીતિથી લોકોમાં રોષ

સિટી ન્યૂઝ@દ્વારકા

યાત્રાધામ દ્વારકામાં કાયદાના અમલીકરણને લઈને એક મોટો વિવાદ અને જનાક્રોશ ઊભો થયો છે. દેશનું બંધારણ કહે છે કે કાયદો દરેક નાગરિક માટે સમાન હોવો જોઈએ, પરંતુ દ્વારકાધીશના નિજમંદિરમાં વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પરના પ્રતિબંધના નિયમમાં પોલીસના બેવડા ધોરણો ખુલ્લા પડ્યા છે. એક તરફ સામાન્ય નાગરિક માટે પોલીસ સિંઘમ બની રહી છે, તો બીજી તરફ રાજકીય નેતાઓ સામે પોલીસ મૂકપ્રેક્ષક બની જતા વહીવટી તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં ન્યૂઝીલેન્ડથી આવેલા એક ગુજરાતી યુવકે મંદિર પરિસરમાં દર્શનનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ મામલે દ્વારકા પોલીસે ભારે તત્પરતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. યુવક વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી, તેને પકડીને તેનો ‘બિફોર-આફ્ટર’ (Before-After) વીડિયો બનાવવામાં આવ્યો અને તેની પાસે

જાહેરમાં માફી મંગાવવામાં આવી. આ ઘટનામાં પોલીસે કાયદાનો કડક અમલ કરાવ્યાનો અને શિસ્ત જાળવવાનો દેખાવ કર્યો હતો.

પરંતુ, પોલીસની આ જ કડકાઈ અને કાયદાનું જ્ઞાન ત્યારે ગાયબ થઈ ગયું જ્યારે ભાજપના નેતા જીતુાભાઈ વાઘાણી ક્વારકા મંદિરે દર્શનાર્થે પહોંચ્યા. આશ્ચર્યની વાત એ છે કે, તેઓ આખી કેમેરાની ટીમ લઈને નિજમંદિરમાં ગયા હતા અને ત્યાંં બકાયદા ફોટોશૂટ કરાવ્યું હતું. એટલું જ નહીં, આ નિયમભંગની તસવીરો અને વીડિયો તેમણે ગર્વભેર પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પર પણ પોસ્ટ કરી હતી. છતાં, સામાન્ય માણસ પર કાયદાનો કોરડો વીંઝનારી પોલીસ આ રાજકીય નેતા સામે સંપૂર્ણપણે મૌન સેવી રહી છે. કાયદાના રક્ષકોના હાથ નેતાજી સામે અચાનક બંધાઈ ગયા હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સામાન્ય પ્રજા સામે પોલીસની લાલઆંખ

ન્યૂઝીલેન્ડથી આવેલા યુવકે વીડિયો ઉતાર્યા સિંઘમ પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

સામાન્ય જનતા પાસે પોલીસે બિફોર-આફ્ટર વીડિયો બનાવડાવ્યો

સિટી ન્યૂઝ@દ્વારકા

ન્યૂઝીલેન્ડથી આવેલા ગુજરાતીને કાયદો લાગે, સામાન્ય માણસ માટે કાયદો લાગે પણ આ કાયદો નેતાઓને લાગે કે નહીં. એમાંય ભાજપના નેતાઓને તો ક્યાં લાગે જ! અને પોલીસના પણ અહીં મોઢા સિવાય જાય અને હાથ બંધાઈ જાય. દ્વારકામાં હમણાં નિજ મંદિર પરિસરમાં એક ગુજરાતી યુવક ના વાયરલ વિડીયો ને લઈ પોલીસે કાર્યવાહી કરી અને બિફોર આફ્ટર પણ કરી નાખ્યું, પણ આજ પોલીસ ભાજપ ના નેતાઓ માટે ગુલામી કરે એવું લાગે છે, દ્વારકા મંદિરે આવેલા નિજમંદિરમાં માં ગયા હતા, આખી આ કેગેરની ટીગ લઈને, અને ફોટોશૂટ

કરાવ્યા પછી તમે એને તમારા ઓફિશિયલ પેજ પર પોસ્ટ પણ કર્યું છે, તો અહીં કાયદો કાયદા નો કામ કેમ નથી કરતો, શું કાયદો અને કાયદાના રક્ષકો કેમ અહીંયા હાથ બંધાઈ જાય ?? કેમ મંદિર આ નેતાઓના બાપ ની જાગીર છે કેમ કેમના ફોટો સૂટ થાય અને સામાન્ય માણસ માટે કાયદો બને, શરમ કરો ભગવાન માફ નહીં કરે કાયદો નું જો કામ કરતો હોય ને તો કરી જુઓ ભાજપ નેતા જીતુ વાઘાણી પર વીડિયો લઈ કાર્યવાહી તો અમે માનીએ કે કાયદો કાયદા નું કામ કરે છે, બાકી સામાન્ય માણસ પર કાયદો બેસાડવા નું બંધ કરો અને નેતાઓ ની ગુલામી તો બંધ જ કરજો ભગવાન જુસે એમેનો તો કામ સે કમ દર રાખજો.