Loading Please Wait !!!
મોડેલોને લક્ઝુરિયસ લાઈફની લાલચ આપી સેક્સ રેકેટમાં ધકેલવાનો પર્દાફાશ!

મુંબઈના ખાર વિસ્તારમાં પોલીસનો દરોડો મોડલિંગની આડમાં ચાલતા હતા ગોરખધંધા

ફોટોશૂટથી શરૂ કરી મોટી કમાણીના સપના બતાવી યુવતીઓને ફસાવી ગંદા ખેલ કરાવી મહિલા દલાલનો ભાંડો ફૂટ્યો

સિટી ન્યૂઝ@મુંબઈ

મુંબઈના પશ્ચિમી ઉપનગર ખાર વિસ્તારમાં મોડલિંગ અને ગ્લેમર જગતમાં કારકિર્દી બનાવવાની ઘેલછા ધરાવતી નિર્દોષ યુવતીઓને ફસાવતા એક હાઈપ્રોફાઈલ દેહવેપાર રેકેટનો ખાર પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે છટકું ગોઠવીને રેકેટ ચલાવતી એક મહિલા દલાલને રંગેહાથ ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન દેહવેપારની ચુંગાલમાં ફસાયેલી એક સંઘર્ષશીલ મોડલને સુરક્ષિત રીતે મુક્ત કરાવીને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક મુખ્યત્વે આર્થિક તંગીનો સામનો કરી રહેલી અને મુંબઈમાં મોડલિંગ ક્ષેત્રે સંઘર્ષ કરતી યુવતીઓને ટાર્ગેટ બનાવતું હતું. આરોપી મહિલા દલાલ યુવતીઓને ઝડપથી મોટી કમાણી અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલની લાલચ આપીને

ક્લાયન્ટ્સ પાસે મોકલતી હતી. મોડલિંગ અસાઈનમેન્ટ્સ અને ફોટોશૂટના બહાને યુવતીઓનો વિશ્વાસ જીતી લીધા બાદ તેમને બ્લેકમેલ કરીને કે નાણાકીય મજબૂરીનો લાભ ઉઠાવીને આ કાળા

કારોબારમાં ધકેલી દેવામાં આવતી હતી. ખાર પોલીસને આ ગેરકાયદેસર નેટવર્ક અંગે ગુપ્ત બાતમી મળી હતી, જેના આધારે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક સ્પેશિયલ ટીમની

રચના કરવામાં આવી હતી. પોલીસે એક ડમી ગ્રાહક તૈયાર કરીને મહિલા દલાલનો સંપર્ક કર્યો હતો. સોદો નક્કી થયા બાદ ખાર વિસ્તારમાં નિયત સ્થળે દરોડો પાડીને પોલીસે મહિલા એજન્ટને રંગેહાથ ઝડપી લીધી અને પીડિત યુવતીને તાત્કાલિક સુરક્ષ ચાવ પૂરૂ પાડી બચાવી લીધી હતી.

દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ, શંકાસ્પદ દસ્તાવેજો અને ગુનામાં વપરાયેલા હાઈ-એન્ડ સ્માર્ટકોન સહિત કુલ ૧.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખાર પોલીસ સ્ટેશનમાં અનૈતિક વેપાર નિવારણ કાયદા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. જપ્ત કરાયેલા મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ્સ અને ચેટ્સના આધારે આ રેકેટમાં મુંબઈની અન્ય કોઈ કાસ્ટિંગ એજન્સીઓ, મોટા દલાલો કે સિન્ડિકેટ્સ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.