ખેડૂતો માટે ગોલ્ડન સિઝન ? : ગુજરાતમાં મેગા ચોમાસું 50 ઈંચ વરસાદની ધમાકેદાર આગાહી
- રાજકોટમાં જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 જેટલા વર્ષ વિજ્ઞાન તજજ્ઞોનો વર્તારો
સિટી ન્યૂઝ@રાજકોટ : રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે ચોમાસાને લઈ મહત્વપૂર્ણ અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાતો અને આગાહીકારોની બેઠકમાં ગુજરાત માટે આ વર્ષનું ચોમાસું સામાન્ય કરતાં વધુ સક્રિય રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જાણકારી મુજબ, રાજ્યમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ અનુમાન વિવિધ વર્ષા વિજ્ઞાનના અભ્યાસ અને હવામાન પરિસ્થિતિના વિશ્લેષણના આધારે આપવામાં આવ્યું છે.આ બાબતે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં કુલ 11 જેટલા વર્ષા વિજ્ઞાન નિષ્ણાતો હાજર રહ્યા હતા. બેઠકમાં ખાસ કરીને આવનારા ચોમાસાની સ્થિતિ, વરસાદની વહેંચણી અને ખેડૂતો માટે વાવણી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ તબક્કાવાર આયોજન વરસાદની શક્યતા અને જમીનની ભેજની સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને વધુ સારો પાક મેળવી શકાય
ખેડૂતો માટે વાવણીના ત્રણ તબક્કા જાહેર
- બેઠકમાં ખેડૂતોને માર્ગદર્શન આપતાં વાવણી માટે ત્રણ અલગ-અલગ સમયગાળા સૂચવવામાં આવ્યા છે:
- પ્રથમ તબક્કો: 15 જૂનથી
- વાવણી શરૂ કરી શકાય
- બીજો તબક્કો: 21 જૂન આસપાસ વાવણી માટે અનુકૂળ સમય
- ત્રીજો તબક્કો: 3 જુલાઈ પછી
- વાવણી કરવાની ભલામણ
વાવાઝોડા અંગે મહત્વની સ્પષ્ટતા
- બેઠક દરમિયાન સંભવિત કુદરતી આફતો, ખાસ કરીને વાવાઝોડા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું કે હાલની પરિસ્થિતિને જોતા ગુજરાતમાં આ વર્ષે કોઈ મોટો હોનારત કે વાવાઝોડાનો ખતરો દેખાતો નથી. આથી રાજ્યને મોટાપાયે નુકસાન થવાની શક્યતા ઓછી હોવાનું જણાવાયું છે.
- ચોમાસાની વિદાય અંગે આગાહી
અંતમાં હવામાન નિષ્ણાતોએ અનુમાન વ્યક્ત કર્યું છે કે ગુજરાતમાં ચોમાસું 15 ઓક્ટોબર આસપાસ વિદાય લઈ શકે છે. આ સમયગાળા સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે.આ સમગ્ર આગાહીઓ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.