Loading Please Wait !!!
દવા વગર શરદી-ઉધરસ મટાડવાના અસરકારક ઘરેલુ નુસખા!

  • ગુલાબી ઠંડીની શરૂઆતમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી!

  • ડોક્ટરો પણ આ ઘરેલુ ઉપાયોને માને છે શ્રેષ્ઠ!

  • શરદી અને ગળાની ખરાશથી રાહત મેળવો સરળતાથી!

 સિટી ન્યુઝ @ રાજકોટ 

ઋતુ પરિવર્તનના આ સમયગાળામાં જ્યારે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે, ત્યારે શરદી, ઉધરસ, છીંક આવવી અને ગળામાં ખરાશ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામાન્ય રીતે વધી જતી હોય છે. આ પ્રકારની મોસમી બિમારીઓનો ચેપ પણ ખૂબ જ ઝડપથી ફેલાતો હોય છે.

ઘણા લોકોને શિયાળા કે મિશ્ર ઋતુની શરૂઆતમાં વારંવાર શરદી-ઉધરસની તકલીફ સતાવતી હોય છે. આવી સ્થિતિમાં દરેક વખતે નાની-મોટી બીમારી માટે દવાઓનું સેવન કરવું શરીર માટે હિતાવહ નથી હોતું, અને લોકો કુદરતી કે ઘરેલુ ઉપાયો તરફ વળવાનું વધુ પસંદ કરતા હોય છે.

આરોગ્ય નિષ્ણાતો અને ડોક્ટરોના જણાવ્યા અનુસાર, જો યોગ્ય સમયે કુદરતી ઘરેલુ નુસખા અપનાવવામાં આવે તો કોઈપણ પ્રકારની દવા વગર શરદી અને ઉધરસથી ઝડપથી અને અસરકારક રાહત મેળવી શકાય છે, જે શરીર પર કોઈ આડઅસર પણ નથી કરતી.

આવા ઘરેલુ નુસખા માત્ર લક્ષણોને ઘટાડવામાં જ મદદ નથી કરતા, પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) ને મજબૂત બનાવીને મોસમી સંક્રમણ સામે રક્ષણ પણ આપે છે, જેથી વારંવાર બીમાર પડવાની સંભાવના ઘટી જાય છે.

તેથી, બદલાતી ઋતુના આ સમયમાં જો તમને પણ શરદી કે ઉધરસની તકલીફ જણાય, તો એલોપેથી દવાઓ લેવાને બદલે અજમાયશ કરેલા ઘરેલુ ઉપાયો અપનાવીને સ્વાસ્થ્ય સુધારી શકાય છે.

બદલાતી ઋતુમાં થતી શરદી અને ઉધરસ જેવી સામાન્ય સમસ્યાઓ માટે દવાઓ પર નિર્ભર રહેવાને બદલે પ્રાકૃતિક અને ઘરેલુ ઉપાયો અપનાવવા હંમેશા સ્વાસ્થ્ય માટે ઉત્તમ સાબિત થાય છે. વડીલો અને ડોક્ટરો દ્વારા સૂચવવામાં આવેલા આ અચૂક નુસખા માત્ર રાહત જ નથી આપતા પરંતુ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને મોસમી બીમારીઓથી પણ સુરક્ષિત રાખે છે.

  • સ્ટીમ લેવી

સૌથી પહેલા તો શરદીના કારણે નાક બંધ થઈ ગયું હોય, ગળામાં તકલીફ હોય તો સ્ટીમ લેવાનું રાખો. સ્ટીમ લેવાના પાણીમાં અજમા અથવા તો નીલગીરી ઉમેરી શકો છો. દિવસમાં બે વખત સ્ટીમ લેવાથી શરદી ઉધરસ થી રાહત મળી શકે છે.

  • હુંફાળું પાણી પીવું

શરદી-ઉધરસ અને ગળાની તકલીફ હોય ત્યાં સુધી હૂંફાળું પાણી પીવાનો પ્રયત્ન કરો. હુંફાળું પાણી દિવસ દરમિયાન થોડું થોડું પીતા રહેવાથી ગળાની ખરાશમાં રાહત થાય છે. હુંફાળુ પાણી પીવા ઉપરાંત સૂપ અને અન્ય ગરમ પ્રવાહી પણ લેતા રહેવું. તેનાથી કફથી પણ રાહત મળે છે અને ડિહાઇડ્રેશનનું જોખમ પણ ઘટે છે.

  • ઉકાળો પીવો

શરદી-ઉધરસ માટે દરેક ઘરમાં અલગ અલગ પ્રકારના ઉકાળા બનતા હોય છે. ઘણા લોકો તુલસી અને આદુનો ઉકાળો બનાવે છે તો ઘણા લોકો અજમા અને હળદરનો ઉકાળો પીતા હોય છે. તમને જે પણ વસ્તુ માફક આવતી હોય તેનો ઉકાળો બનાવીને તમે દિવસ દરમિયાન પી શકો છો. શરદી-ઉધરસ માટે બેસ્ટ ઉકાળો હળદર, આદુ અને તુલસીના પાનનો છે. ઉકાળો બનાવી લીધા પછી તેમાં થોડું મધ ઉમેરીને પી લેવું.

  • છાતી પર તેલ લગાવો
 

આજના સમયના લોકોને કદાચ ખબર નહીં હોય પરંતુ શરદી ઉધરસથી રાહત મેળવવા માટે તેલનો નુસખો વર્ષો જૂનો છે. છાતીમાં કફ ન જામે અને શરદી ઉધરસથી રાહત થાય તે માટે સરસવના તેલને ગરમ કરીને છાતી પર લગાડવામાં આવે છે. સરસવના તેલની ગરમી શરદી ઉધરસ થી રાહત આપવામાં મદદ કરી શકે છે અને શરીરને ગરમાવો રહે છે.

  • ઠંડા પીણા પીવાનું ટાળો

શરદી ઉધરસ થયા હોય ત્યારે ઠંડુ પાણી કે ઠંડી વસ્તુઓ ખાવા પીવાનું બંધ કરી દેવું જોઈએ. આમ તો શરદી ઉધરસ ક્યારે નહીં પરંતુ મિશ્ર ઋતુ હોય ત્યારે પણ આવી વસ્તુઓ ખાવાનું ટાળવું. આ સિવાય જ્યારે પણ ઘરની બહાર નીકળવાનું થાય ત્યારે કાનમાં રૂ રાખો જેથી ઠંડી હવાથી બચી શકાય.