કાયલી જેનરે લોસ એન્જલસમાં વિકટોરિયાઝ સિક્રેટ ફેશન શો!
-
450 કરોડ રૂપિયાની ફેન્ટસી બ્રા પહેરીને રચ્યો ઇતિહાસ!
-
વિકટોરિયાઝ સિક્રેટની અત્યાર સુધીની સૌથી મોંઘી ફેન્ટસી બ્રા!
-
1996માં કલાઉડિયા શિફરે પહેરી હતી પહેલી ફેન્ટસી બ્રા!
સિટી ન્યુઝ @ લોસ એન્જલસ
જાણીતી સેલિબ્રિટી કાયલી જેનર હાલમાં તેના ફેશન સ્ટેટમેન્ટ અને વિકટોરિયાઝ સિક્રેટ ફેન્ટસી બ્રાને લઈને ચારેય તરફ ચર્ચામાં છવાઈ ગઈ છે. ગત 18 ઓક્ટોબર 2026ના રોજ લોસ એન્જલસમાં યોજાયેલા ભવ્ય વિકટોરિયાઝ સિક્રેટ ફેશન શો દરમિયાન કાઇલીએ બ્રાન્ડના રનવે પર કેેટવોક કર્યું હતું, જ્યાં તેને આ અત્યંત આઇકોનિક બ્રા પહેરવાની સોનેરી તક મળી હતી.
આ ફેન્ટસી બ્રાની કિંમત અંદાજે 50 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ લગભગ 450 કરોડ રૂપિયા જેટલી છે, જે વિકટોરિયાઝ સિક્રેટના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોંઘી ફેન્ટસી બ્રા સાબિત થઈ છે. કાયલી પહેલા આ બ્રા કોણે અને ક્યારે પહેરી હતી તેનો ઇતિહાસ પણ એટલો જ રોચક રહ્યો છે.
વિકટોરિયાઝ સિક્રેટ દ્વારા ફેન્ટસી બ્રાની આ પરંપરા વર્ષ 1996 માં શરૂ કરવામાં આવી હતી. સૌપ્રથમ ફેન્ટસી બ્રા જર્મન સુપરમોડેલ કલાઉડિયા શિફરે પહેરી હતી, જેને તે સમયે ‘મિલિયન ડોલર મિરેકલ બ્રા’ તરીકે ઓળખવામાં આવતી હતી અને તેની કિંમત લગભગ એક મિલિયન ડોલર હતી.
તે સમયના વિકટોરિયાઝ સિક્રેટ કેટલોગમાં દર્શાવવામાં આવેલી આ વિશેષ બ્રામાં 100 કેરેટથી વધુ હીરા અને અન્ય દુર્લભ કિંમતી પથ્થરો જડેલા હતા. તે પછીના વર્ષોમાં આ પરંપરા આગળ વધી અને દર વર્ષે નવા રત્નો તથા કિંમતી પથ્થરોથી આ બ્રાને નવું રૂપ આપીને ડિઝાઇન કરવામાં આવતી રહી છે.
વર્ષોથી ચાલતી આ પરંપરામાં દર વખતે દુનિયાભરની કોઈક પ્રખ્યાત સુપરમોડેલને જ આ અદભુત અને મૂલ્યવાન બ્રા રનવે પર પહેરવાનો અવસર મળતો આવ્યો છે, જેમાં હવે કાયલી જેનરે પોતાનું નામ પણ જોડી દીધું છે.
ફેશન જગતની ચમક અને ફેન્ટસી બ્રાનો અનોખો ઇતિહાસ
ફેશન ઇન્ડસ્ટ્રીમાં 'વિકટોરિયાઝ સિક્રેટ ફેન્ટસી બ્રા' એ હંમેશાથી લક્ઝરી, ગ્લેમર અને કલાત્મકતાનું સર્વોચ્ચ પ્રતીક રહી છે. એક મિલિયન ડોલરથી શરૂ થયેલી આ સફર આજે 50 મિલિયન ડોલર એટલે કે 450 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે દર્શાવે છે કે ફેશન અને કિંમતી રત્નોનો આ સંગમ કેટલો ભવ્ય છે. જ્યારે વિશ્વની ટોચની મોડેલ્સ આ આઇકોનિક બ્રા પહેરીને રનવે પર ઉતરે છે, ત્યારે તે માત્ર ફેશન શો નથી રહેતો પરંતુ દુનિયાભરનું ધ્યાન ખેંચનાર એક ઐતિહાસિક ક્ષણ બની જાય છે.