Loading Please Wait !!!
વિદ્યાર્થીઓ પર પોલીસ લાઠીચાર્જ બાદ દિલજીત દોસાંઝે સરકાર સામે બાન્યો ચડાવી

  • 'મને ફરી દેશદ્રોહી કહેવામાં આવશે', વિદ્યાર્થીઓના સમર્થનમાં ઇન્સ્ટાગ્રામ પર ગાયક-અભિનેતાની ભાવનાત્મક પોસ્ટ
  • શબાના આઝમી, રિતેશ-જેનિલિયા અને દિલજીત દોસાંઝ સહિતના સબલેબ્સે વિદ્યાર્થીઓ પરના અત્યાચારની કરી ટીકા
  • સત્તાધીશો વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળે તેવી અપીલ, ભૂમિ પેડનેકર અને સુતાપા સિકદરે પણ વ્યક્ત કરી વેદના

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દિલ્હીમાં NEET પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણ સુધારાની માંગ સાથે CJPના નેતૃત્વ હેઠળ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી બળપ્રયોગી કાર્યવાહી સામે મનોરંજન જગતમાં ભારે રોષ ફેલાયો છે. જાણીતા ગાયક અને અભિનેતા દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર આ પ્રદર્શનને ખુલ્લું સમર્થન આપતા સરકારની આલોચના કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર ન થવો જોઈએ.

દિલજીત દોસાંજે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં અગાઉના ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતાં લખ્યું હતું કે સત્ય બોલવા બદલ તેમને અગાઉ પણ 'દેશદ્રોહી' (Anti-National) ચિત્રવવામાં આવ્યા છે અને ખબર છે કે આ વખતે પણ તેમને એ જ લેબલ આપવામાં આવશે. તેમણે સત્તાધીશોને વિનંતી કરી છે કે તેઓ યુવા વિદ્યાર્થીઓની વાજબી માંગણીઓ સાંભળે. આ અગાઉ ખેડૂત આંદોલન વખતે પણ તેમને કાનૂની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દિલજીત ઉપરાંત બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. રિતેશ અને જેનિલિયા દેશમુખે જણાવ્યું કે યુવા પ્રદર્શનકારીઓનો અવાજ ડર વગર સાંભળવો જોઈએ, જ્યારે અભિનેત્રી શબાના આઝમી જાતે વિરોધ પ્રદર્શનના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તેમની તબિયત લથડતાં સહાયતા મળી હતી. આ ઉપરાંત ભૂમિ પેડનેકર, હુમા કુરેશી અને સુતાપા સિકદરે પણ વિદ્યાર્થીઓના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે.

વિદ્યાર્થી આંદોલન અને કલાકારોનું સમર્થન

દિલ્હીમાં NEET પરીક્ષા વિવાદ અને શિક્ષણ સુધારાની માંગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીએ દેશભરમાં ચર્ચા જગાવી છે. દિલજીત દોસાંઝ અને શબાના આઝમી સહિતના કલાકારોએ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને સત્તાધીશો સમક્ષ તેમની માંગણીઓ સ્વીકારવા પર ભાર મૂક્યો છે.