'દેશના યુવાનોની જીત': ઇસુદાન
ભારત દેએ અંગ્રેજોને પણ ઝૂકાવી દીધા હતા, તો આ ભાજપના લોકો શું ચીજ છે?
સિટી ન્યૂઝ@રાજકોટ
કોક્રોય જનતા પાર્ટી દ્વારા શરૂ કરાયેલા આંદોલન બાદ હવે આખરે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રાજીનામું આપવું છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આ્યારે યુવાનોની જીત થઈ, એકતાની જીત થઈ. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. નીટનું પેપર લીક થાય છે અને આ બાબતે ફક્ત નિવેદન ચાલતા હતા ત્યારે અભિજીત દીપકેષ કોકોય જનતા
પાર્ટી બનાવી અને એમાં કરોડો લોકો જોડાયા. એટલું જ નહીં પરંતુ સોનમ વાંગચુકજીએ ૨૬ દિવસ સુધી અનશન કર્યું. સાથે સાથે કરોડો યુવાનો જોડાયા એટલા માટે આ શક્ય બન્યું. અલગ અલગ પાર્ટીઓએ પણ પોતાની વિપક્ષની ભૂમિકાઓ ભજવી છે પરંતુ સૌથી પહેલા અભિનંદન યુવાનોની એકતાને જાય છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સત્તા પર કોને બેસાડવા અને કોને ઉતારવા એ ભારતના યુવાનો નક્કી કરે છે. પોલિટિકલ પાર્ટીઓ જ્યારે વિરોધ કરે તો તેમની ફિટિંગ કરી દેવામાં આવે છે, તેમને ઘેરે બેસાડી દેવામાં આવે છે પરંતુ જ્યારે ૨૦ કરોડ યુવાનો પોતપોતાના
વિસ્તારમાં બહાર નીકળે છે પછી ભલે એ ૨જના દીકરા દીકરી હોય, નેતાના દીકરા હોય કે આઈએસ - આઈપીએસની દીકરા દીકરી હોય, ફિલ્મ સ્ટાર હોય સામાજિક સંગઠનો સહિત કરોડો લોકો રસ્તા પર ઉતર્યા અને સ્વયંભૂ આંદોલન ચલાવ્યું અને આ આંદોલનમાં યુવાનોની જીત થઈ, યુવાનોની એકતાની જીત થઈ અને આખરે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. યુવાનો પર ઘણા આક્ષેપો કરવામાં આવ્યા કે વિદેશી ફંડ આવી રહ્યું છે, પરંતુ યુવાનોએ એક જ માંગ રાખી કે અમારે રાજીનામું જોઈએ છે. ભાજપની કોઈચાલ ચાલી નહીં, યુવાનો એક રહ્યા અને અંત સુધી યુવાનો અડગ રહ્યા. આ GenZની જીત છે, આ GenZ ધારે એ કરી શકે છે.