ચિંતન શિબિરમાં CMનો કડક અવાજ સિસ્ટમ સુધારવાની ચેતવણી
- એક-બે લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય
સિટી ન્યૂઝ@ગાંધીનગર : અડાલજના ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિદિવસીય ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. Collaborate, Innovate and Transform for Better Land Governance થીમ સાથે યોજાયેલી આ શિબિરમાં રાજ્યભરના જિલ્લા કલેક્ટરો અને મહેસૂલી અધિકારીઓ એકત્ર થયા છે. કાર્યક્રમના આરંભે મુખ્યમંત્રીએ તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે, ચિંતન શિબિર છે તો બધા ચિંતિત કેમ?. એટલું જ નહીં 'હું ચલાવું છું' એવો અભિમાન છોડીને ટીમવર્કથી કાર્ય કરવાની અધિકારીઓને ટકોર કરી હતી.
મુખ્યમંત્રીએ કલેક્ટરોની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે તેઓ પાસે વિશાળ સત્તાઓ છે અને તે સત્તાનો ઉપયોગ પ્રજાલક્ષી કામોમાં થવો જોઈએ. 'દર 15 દિવસે પોતાના કામનું ચિંતન કરો, એક-બે લોકોના કારણે આખા વિભાગની છબી ખરાબ ન થાય' એવી ચેતવણી આપતાં તેમણે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની સ્પષ્ટ સૂચના આપી.