Loading Please Wait !!!
ઈશા અંબાણીનું 200 કરોડનું બ્લાઉઝ

  • ગુજરાતની જ્લવેલર્સની કમાલ: 2000 કલાકની મહેનતે બન્યું

સિટી ન્યૂઝ@મુંબઇ : ગુજરાતી બિઝનેસવુમન ઈશા અંબાણીએ વિવિધ ભારતીય કળાઓને અમેરિકાના ન્યૂયોર્કમાં યોજાયેલા 'મેટ ગાલા 2026'ના પ્રી-પાર્ટી અને મુખ્ય ઇવેન્ટમાં નવી ઓળખ અપાવી છે. ખાસ કરીને, મેટ ગાલા 2026ની મુખ્ય ઇવેન્ટમાં ઈશાનું હીરા-જવેરાતથી જડિત બ્લાઉઝ અને સોનાના દોરાથી બનેલી સાડીએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ બ્લાઉઝને ગુજરાતી જ્વેલર્સના કારીગરોની 2000 કલાકની મહેનતે તૈયાર કરવામાં આવ્યું હતું, જેની ખાસ વાત એ હતી કે બ્લાઉઝ પર ઈશાને જીયાણામાં મળેલા દાગીનાનો ઉપયોગ થયો હતો. વાસ્તવમાં ઇવેન્ટ દરમિયાન ઈશા અંબાણીએ પોતાના ડ્રેસ વિશે ખુલાસો કર્યો હતો. ઈશાએ કહ્યું કે, 'આ બ્લાઉઝ મારી માતાના દાગીનાઓથી લાદેલું છે.