હેરમ પેન્ટનું કમબેક
સિટી ન્યૂઝ@મુંબઇ : લોકો હવે આરામદાયક કપડાં એટલે કે લાઉન્જવેઅરને વધુ મહત્ત્વ આપી રહ્યા છે. હૅરમ પૅન્ટ એવો વિકલ્પ છે જે ઘરમાં આરામ કરતી વખતે પહેરી શકાય એટલું સૉફ્ટ છે અને અચાનક કોઈ ઑફિસ-મીટિંગ આવે કે બહાર જવાનું થાય ત્યારે એ પૂરતું પ્રોફેશનલ પણ લાગે છે. હાઇબ્રિડ લાઇફસ્ટાઇલ માટે એ બેસ્ટ છે. હૅરમ પૅન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે એ પરંપરાગત અને મૉડર્ન સ્ટાઇલનું સુંદર મિશ્રણ છે. તમે એને ટૂંકી કુરતી અથવા લાંબા કફ્તાન સાથે પહેરીને દેશી લુક આપી શકો છો અથવા તો એને સ્ટાઇલિશ ક્રૉપ ટૉપ કે સ્લીવલેસ ટી-શર્ટ સાથે પેર કરીને વેસ્ટર્ન લુક આપી શકો છો.
આ વર્સેટિલિટી એને દરેક વૉર્ડરોબની શાન બનાવે છે. ઘણી વાર અમુક પૅન્ટ માત્ર અમુક ખાસ બૉડીશેપ પર જ સારાં લાગતાં હોય છે, પણ હૅરમ પૅન્ટ સાથે એવું નથી. એ અત્યંત ફ્લોઈ અને ઢીલું હોવાથી સ્લિમ ફિગર હોય કે કર્વી, દરેક પર ખૂબ જ સુંદર લાગે છે. તમે હૅરમ પૅન્ટને કેવી રીતે સ્ટાઇલ કરો છો એના પર એનો લુક બદલાઈ જાય છે. સવારે યોગ ક્લાસમાં, બપોરે ટ્રાવેલિંગ કે કૅઝ્યુઅલ આઉટિંગમાં અને સાંજે કોઈ ફેસ્ટિવલ કે પાર્ટીમાં યોગ્ય ઍક્સેસરીઝ અને ફુટવેઅર સાથે દરેક પ્રસંગમાં ફિટ થઈ જાય છે.