Loading Please Wait !!!
રેન્જ રોવર SV સસ્તી થઈ ભાવમાં 75 લાખનો ઘટાડો

  • લકઝરી કાર માર્કેટમાં ધમાકો: રેન્જ રોવર સ્પોર્ટ્સ મોડેલ પણ 40 લાખ સસ્તી

સિટી ન્યૂઝ@નવીદિલ્હી : જગુઆર લેન્ડ રોવર (JLR) ઇન્ડિયાએ બ્રિટનથી ઇમ્પોર્ટ થતી તેની સૌથી પ્રીમિયમ SUV 'રેન્જ રોવર SV'ની કિંમત 75 લાખ રૂપિયા ઘટાડી દીધી છે, જેના પછી હવે તેની એક્સ-શોરૂમ કિંમત 3.5 કરોડ રૂપિયા થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 4.25 કરોડ રૂપિયા હતી.આ ઘટાડો ભારત અને બ્રિટન વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થતા પહેલા કરવામાં આવ્યો છે. કંપનીએ રેન્જ રોવર સ્પોર્ટ SV એડિશન ટુની કિંમતમાં પણ 40 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે, જે હવે 2.35 કરોડ રૂપિયામાં મળશે. નવી કિંમતો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે.27 જાન્યુઆરીના રોજ PM મોદી, યુરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનની હાજરીમાં ભારત-EU FTA પર હસ્તાક્ષર થયા. 

કિંમતોમાં ફેરફારની 3 વાતો

  • સતત બીજી કપાત: GST 2.0 સુધારા પછી સપ્ટેમ્બર 2025માં પણ કિંમતોમાં 30.4 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એક વર્ષની અંદર આ બીજો મોટો ફેરફાર છે.
  • પેઇન્ટ સ્કીમમાં અપડેટ: રેન્જ રોવર SVમાં હવે અલ્ટ્રા મેટાલિક પેઇન્ટ (ગ્લોસ અને સેટિન ફિનિશ) સ્ટાન્ડર્ડ તરીકે મળશે.
  • નવું વેરિઅન્ટ ટૂંક સમયમાં: સૂત્રો અનુસાર, કંપની ટૂંક સમયમાં રેન્જ રોવર સ્પોર્ટનું એક નવું સ્ટાન્ડર્ડ SV વેરિઅન્ટ પણ લાવશે, જેની કિંમત આશરે 2.05 કરોડ રૂપિયા હશે.

મિની કૂપરનું કારનું સ્પે.એડિશન લોન્ચ

લક્ઝરી કાર મેકર મિનીએ ભારતમાં તેની નવી 'કૂપર S કન્વર્ટિબલ JCW પેક' લોન્ચ કરી દીધી છે. કંપનીનો દાવો છે કે કાર માત્ર 6.9 સેકન્ડમાં 100ની સ્પીડ પકડી શકે છે. તેની એક્સ-શોરૂમ કિંમત 61.50 લાખ રૂપિયા રાખવામાં આવી છે.કાર કમ્પ્લીટ બિલ્ટ યુનિટ (CBU) તરીકે ઇમ્પોર્ટ કરીને વેચવામાં આવશે. તેની લિમિટેડ યુનિટ્સ જ ભારતમાં આવશે. આ નવા પેકમાં સ્ટાન્ડર્ડ મોડેલની સરખામણીમાં માત્ર કોસ્મેટિક ફેરફારો જોવા મળશે, મિકેનિકલી કોઈ ફેરફાર નથી. કારનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે તેની ડિલિવરી પણ શરૂ થઈ ગઈ છે. આ એવા લોકો માટે એક ખાસ ઓપ્શન છે,

જે ઓપન-ટોપ ડ્રાઇવિંગ સાથે સ્પોર્ટી લુક પસંદ કરે છે. JCW પેક મળ્યા પછી આ કન્વર્ટિબલ કારનો લુક ઘણો આક્રમક બની ગયો છે. કારમાં બે એક્સક્લુઝિવ પેઇન્ટ શેડ્સ - 'મિડનાઇટ બ્લેક' અને 'લેજન્ડ ગ્રે' આપવામાં આવ્યા છે. લેજન્ડ ગ્રે કલરમાં બોનેટ પર સ્ટ્રાઇપ્સ (પટ્ટીઓ) પણ મળે છે. કારની ફ્રન્ટ ગ્રિલ, ORVM, ડોર હેન્ડલ, વ્હીલ આર્ચ અને બમ્પર પર ગ્લોસ-બ્લેક ફિનિશ આપવામાં આવી છે.

નિશાન ગ્રેવાઇટમાં CNG ધમાકો 7 સીટર સાથે રેટ્રોફિટ કિટ લોન્ચ

નિસાન ઇન્ડિયાએ 4 મેના રોજ તેની કોમ્પેક્ટ MPV 'ગ્રેવાઇટ' માટે રેટ્રોફિટ CNG કિટ લોન્ચ કરી છે. તેની શરૂઆતની કિંમત 82,999 રૂપિયા છે. ગ્રાહકો કોઈપણ ઓફિશિયલ નિસાન ડીલરશીપ પર જઈને પોતાની કારમાં તેને ઇન્સ્ટોલ કરાવી શકે છે.કંપનીનો દાવો છે કે, આ કિટ ICAT દ્વારા માન્ય છે. તેને મોટોજેન દ્વારા વિકસાવવામાં આવી છે. કંપની આ કિટના પાર્ટ્સ પર 3 વર્ષ અથવા 1 લાખ કિલોમીટરની થર્ડ-પાર્ટી વોરંટી પણ આપી રહી છે. 'નિસાન ગ્રેવાઇટ'ની એક્સ-શોરૂમ કિંમત 5.65 લાખથી 8.93 લાખ રૂપિયાની વચ્ચે છે.'નિસાન ગ્રેવાઇટ' 17 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતમાં લોન્ચ થઈ હતી. 'નિસાન ગ્રેવાઇટ' 17 ફેબ્રુઆરી 2026ના રોજ ભારતમાં લોન્ચ થઈ હતી. 

25-25 લિટરના બે સિલિન્ડર, બૂટ સ્પેસ નહીં મળેગ્રેવાઇટ CNG કિટની સૌથી મોટી ખાસિયત તેનું 'ટ્વીન ટેન્ક' સેટઅપ છે. તેમાં 25-25 લિટરના બે CNG ટેન્ક આપવામાં આવ્યા છે, જેને એક ઉપર એક રાખવામાં આવ્યા છે. 
જોકે, બંને ટેન્કના કારણે કારનો બૂટ સ્પેસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે, પરંતુ તેની 7-સીટર ક્ષમતા યથાવત રહેશે.