સલીમ ખાન સલમાન પર ભડક્યા: 'તું હજી રાજા નથી બની ગયો!'
=> કરિયરની શરૂઆતમાં 9 લાખની રોલેક્સ ઘડિયાળ ખરીદવા સલમાને લીધી હતી 5 લાખની ઉધાર
=> પિતા માટે ઘડિયાળ ખરીદતા મળ્યો હતો ઠપકો, કમાણી શરૂ કરતા જ લીધી હતી લોન
=> 1990 ના દાયકાની રોમાંચક યાદો તાજી થઈ, અબજો કમાતો અભિનેતા હજુ પણ પિતાને આપે છે પૈસા
સિટી ન્યુઝ @ મુંબઈ
સલમાન ખાનને બોલિવૂડના સૌથી પ્રખ્યાત અને મોટા સુપરસ્ટારમાંના એક માનવામાં આવે છે, જેમની માત્ર એક ઝલક જોવા કે ફિલ્મ જોવા માટે લાખો ફેન્સ થિયેટરોમાં ઉમટી પડે છે. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર બહુ સરળતાથી 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લે છે. સલમાન ખાનની આ અભૂતપૂર્વ સફળતા છેલ્લા 35 વર્ષથી તેમની સતત મહેનત અને સમર્પણ દ્વારા પ્રાપ્ત થઈ છે. જોકે, તાજેતરમાં તેમણે પોતાના કરિયરની શરૂઆતના દિવસોનો એક અત્યંત રસપ્રદ અને આશ્ચર્યજનક ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા છે.
અભિનેતા સલમાન ખાન ભલે આજે પોતાની એક જ ફિલ્મથી કરોડો રૂપિયા કમાતા હોય, પણ તેઓ હજુ પણ પોતાની તમામ કમાણી પિતા સલીમ ખાનને જ સોંપી દે છે. સલમાન ખાને હંમેશા પોતાના પરિવાર અને માતાપિતાને પોતાનાથી ઉપર રાખ્યા છે, જેના કારણે જ તેઓ વૈભવી લાઈફસ્ટાઈલ હોવા છતાં આજે પણ પોતાના માતાપિતા સાથે મુંબઈના એક જ સામાન્ય એપાર્ટમેન્ટમાં રહે છે. તાજેતરમાં તેમણે પિતા સલીમ ખાન માટે ખરીદેલી પોતાની જિંદગીની પહેલી મોંઘી અને અમૂલ્ય ભેટ અંગે જાહેરમાં વાત કરી હતી.
સુપરસ્ટારે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ 1990 ના દાયકામાં કમાણી કરવાનું શરૂ કરી રહ્યા હતા, ત્યારે તેમણે પિતા માટે કિંમતી રોલેક્સ ઘડિયાળ ખરીદવા માટે લોન લેવી પડી હતી. તે સમયે એ ઘડિયાળની કિંમત આશરે 9 લાખ રૂપિયા હતી, જ્યારે સલમાન ખાન પાસે માત્ર 4 લાખ રૂપિયા જ બચત વગેરેના હતા. આથી બાકીના 5 લાખ રૂપિયા તેમણે બીજા વ્યક્તિ પાસેથી ઉધાર લીધા હતા. જોકે, જ્યારે તેમણે આ ઘડિયાળ પિતાને આપી ત્યારે સલીમ ખાને નારાજ થઈને કહ્યું હતું કે, "તમે હજુ બરાબર કામ પણ શરૂ કર્યું નથી અને આ બધું કરો છો? શું તમને લાગે છે કે તમે રાજા બની ગયા છો?"
પિતા સલીમ ખાનને ભેટ પસંદ ન આવી
સલમાન ખાને ભારે ઉત્સાહથી ઉધાર પૈસા લઈને પિતા માટે 9 લાખની રોલેક્સ ઘડિયાળ ખરીદી હતી, પરંતુ સલીમ ખાનને કરિયરની શરૂઆતમાં આટલો મોટો ખોટો ખર્ચ કરવો બિલકુલ પસંદ આવ્યો નહોતો., તેમણે સલમાન ખાનને ઠપકો આપતા કહ્યું હતું કે હજુ તો કામની શરૂઆત છે ત્યાં જ આવા વૈભવ ન કરાય. સલમાન ખાનની આ નોસ્ટાલ્જિક વાતો સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.