ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર, નવા જિલ્લા પ્રમુખોની નિમણૂંક
-
ડાંગમાં સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરીને સોંપાઈ કમાન
-
ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પરેશભાઈ કાંતિભાઈ લાડ નિયુક્ત
-
નર્મદા જિલ્લાના નવા પ્રમુખ તરીકે શબ્દશરણ તડવી બન્યા
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં મહત્વના ફેરફાર કર્યાં છે. ભાજપે ત્રણ નવા જિલ્લાઓમાં પ્રમુખની નિમણૂંક કરી છે. ડાંગ, ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રમુખોની નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય ભાજપ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચાના વિવિધ પદાધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે, જેનાથી પક્ષીય સંગઠનને વધુ વેગ મળશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ત્રણ જિલ્લામાં નવા પ્રમુખની નિમણૂંક કરી છે. ડાંગ જિલ્લામાં સુરેશભાઈ મોતીરામભાઈ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ભરૂચ જિલ્લામાં પ્રમુખ તરીકે પરેશભાઈ કાંતિભાઈ લાડને કમાન સોંપવામાં આવી છે. તો બીજી તરફ નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકે શબ્દશરણ તડવીને બનાવવામાં આવ્યા છે.
આ ત્રણેય નવા જિલ્લા પ્રમુખોની નિમણૂંકથી સ્થાનિક સ્તરે સંગઠનનું માળખું વધુ મજબૂત બનશે અને આગામી સમયમાં પક્ષની ગતિવિધિઓ વધુ સક્રિય થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તમામ નવા પદાધિકારીઓને રાજકીય વર્તુળોમાંથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
સંગઠનાત્મક કાર્યોને વેગ આપવા માટે પ્રદેશ બક્ષીપંચ મોરચાની નવી ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિવિધ સામાજિક અને રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને ઉત્સાહી કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી છે જેથી પાયાના સ્તરે પક્ષની પકડ વધુ મજબૂત થઈ શકે.
ભાજપ દ્વારા સમયાંતરે સંગઠનમાં કરવામાં આવતા આવા ફેરફારો પક્ષની આંતરિક કાર્યપદ્ધતિ અને રણનીતિનો મહત્વનો હિસ્સા હોય છે, જે પક્ષને વધુ સંગઠિત અને કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ સાબિત થાય છે.
સંગઠનમાં નવા જોશ સાથે મજબૂત શરૂઆત
ભાજપ દ્વારા ડાંગ, ભરૂચ અને નર્મદામાં નવા પ્રમુખોની નિમણૂંક અને બક્ષીપંચ મોરચાની જાહેરાત આગામી સમયમાં પક્ષીય ગતિવિધિઓને વધુ સક્રિય અને સંગઠિત બનાવવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સંગઠનાત્મક નિમણૂંક
પ્રભારી
સુરેશભાઈ પટેલ (પૂર્વ ધારાસભ્ય) - કર્ણાવતી
પ્રદેશ સંયોજક: મનિષભાઈ પટેલ (કર્ણાવતી)
પ્રદેશ સહસંયોજક (દક્ષિણ ઝોન): નિરવભાઈ શાહ (સુરત શહેર)
પ્રદેશ સહસંયોજક (મધ્ય ઝોન): મયુરભાઈ સુથાર (આણંદ)
પ્રદેશ સહસંયોજક (ઉત્તર ઝોન): મયુરભાઈ પટેલ (મહેસાણા)
પ્રદેશ સહસંયોજક (સૌરાષ્ટ્ર ઝોન-૧): પૃથ્વીરાજસિંહ વાળા (રાજકોટ જી.)
પ્રદેશ સહસંયોજક (સૌરાષ્ટ્ર ઝોન-૨): હરેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર શહેર)
બક્ષીપંચ મોરચો સંગઠનાત્મક નિમણૂંક
પ્રદેશ ઉપાધ્યક્ષ:
પ્રકાશભાઈ નરહરીલાલ મોદી (ભરૂચ)
નિલકુમાર પ્રેમશરન રાવ (નર્મદા)
ભરતભાઈ મેર (ભાવનગર જીલ્લો)
મોમાયાભાઈ ગઢવી (રાજકોટ)
રામસિંહભાઈ ગોરીયા (દેવભૂમિ દ્વારકા)
દિનેશભાઈ પટેલ (નવસારી)
ભુપેન્દ્રભાઈ બસીયા (અમરેલી)
દિનેશભાઈ મેવાડા (બનાસકાંઠા)
રાજુભાઈ ચૌધરી (પટેલ) (અરવલ્લી)
પ્રદેશ મહામંત્રી:
અનિમેષભાઈ માળી (સુરત શહેર)
તેજલબેન નાઈ (ગાંધીનગર શહેર)
ગીતાબેન નિર્મલસિંહ ચૌહાણ (દાહોદ)
ગૌતમભાઈ ગોસ્વામી (રાજકોટ શહેર)
હસમુખભાઈ છોટાભાઈ બારૈયા (છોટા ઉદેપુર)
પ્રદેશ મંત્રી:
દિનેશભાઈ પ્રજાપતિ (વલસાડ)
શૈલેષભાઈ ધોપાલ (સુરેન્દ્રનગર)
વિજયસિંહ વણઝારા (સાબરકાંઠા)
દિનેશભાઈ રાયમલ દેસાઈ (મહેસાણા)
ગણપતભાઈ પઢીયાર (આણંદ)