Loading Please Wait !!!
8મા પગારપંચને લઈને કર્મચારીઓમાં ઉત્સાહ

 

  • આગામી 7-8 ઓકટોબરે નાણાંપંચની નવી બેઠક

  • એરિયર્સ અને ભથ્થા અંગે ટૂંકમાં સ્પષ્ટતા થશે

  • મે 2027 સુધીમાં રિપોર્ટ સોંપાય તેવી શક્યતા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગારપંચની રચના થઈ જ ગઈ છે અને વિવિધ મુદ્દાઓ પર અત્યાર સુધીમાં શ્રેણીબદ્ધ બેઠકો પણ થઈ ગઈ છે. નાણાંપંચની નવી બેઠક આગામી 7-8 ઓકટોબરે યોજાવાની છે તેના રિપોર્ટની કર્મચારીઓને પ્રતિક્ષા છે. રિપોર્ટ સોંપાય જાય અને સરકાર દ્વારા નોટિફાય કરી દેવામાં આવે ત્યારબાદ કર્મચારીઓને એરિયર્સનું ચિત્ર સ્પષ્ટ થશે. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચનો વહેલી તકે અમલ કરવામાં આવે તો કર્મચારીઓને રિવાઇઝ્ડ-નવા પગાર પરના એરિયર્સ મળવા ઉપરાંત ઘરભાડા, ટ્રાન્સપોર્ટ સહિતના અન્ય ભથ્થા પણ ઊંચા દરે મળશે. કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું બેઝિક સેલેરીને સંલગ્ન હોય છે એટલે નવા પગારપંચથી વધનારા પગારના ધોરણે તેમાં પણ વધારો થઈ જશે.

નવા નાણાંપંચના રિપોર્ટના અમલમાં 20થી 24 મહિનાની ઢીલ થાય તો કેટલું એરિયર્સ મળી શકે તે વિશેની ગણતરીઓ પણ મંડાવા લાગી છે. નવેમ્બર-2025માં નાણાં પંચના ટર્મ ઓફ રેફરન્સને નોટિફાય કરવામાં આવ્યું હતું અને રિપોર્ટ સોંપવા 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો તેનો અર્થ એવો થાય છે કે નાણાં પંચે મે 2027માં રિપોર્ટ સોંપી દેવો પડે. જો કે, પંચ ઓક્સટેન્શન મેળવી શકે છે. ભૂતકાળમાં આવા ઘટનાક્રમો સર્જાયા જ છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે 3 થી 6 મહિનાનું એક્સટેન્શન શક્ય છે. એક વખત રિપોર્ટ સોંપી દેવાયા બાદ તે નોટિફાય કરતા પૂર્વે સરકાર દ્વારા તેની સમીક્ષા કરવામાં આવે છે.

8મા વેતન પંચ દ્વારા હજુ સંબંધિત પક્ષકારો સાથે વાટાઘાટો જ કરવામાં આવી રહી છે. આવતા મહિને બેંગ્લોરમાં મીટિંગ થવાની છે. એક વખત મંત્રણાના રાઉન્ડ પૂર્ણ થયા બાદ રિપોર્ટ તૈયાર થયા-સોંપવા વિશેનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. પંચ દ્વારા માર્ચથી ઓગસ્ટ-2027 દરમિયાન રિપોર્ટ સોંપવામાં આવે તેવું જાણકારોનું માનવું છે. નાણાં પંચના અમલમાં વિલંબ થવાના સંજોગોમાં કર્મચારીઓને બેઝિક પગાર પર એરિયર્સ મળી શકે છે. ઘરભાડું પણ બેઝિક પગાર પર આધારિત હોય છે તેમાં વધારો થાય એટલે ભથ્થું પણ વધી જાય છે.

સાતમા પગારપંચમાં મોંઘવારી ભથ્થું 50 ટકા થવા સાથે ઘરભાડા ભથ્થું પણ વધી ગયું હતું. મોંઘવારી ભથ્થાને લાગે વળગે છે ત્યાં સુધી વર્ષમાં બે વખત ફેરફાર થતો હોવાથી તેના એરિયર્સનો કોઈ સવાલ નથી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે 8મા પગાર પંચ અંતર્ગત 6ઠ્ઠા વર્ગના કર્મચારીનો ન્યૂનતમ પગાર 35400 થશે. નાણાં પંચનો અમલ 18 મહિના મોડો થાય અને ફીટમેન્ટ ફેક્ટર 2.15, 2.28 તથા 2.27 ગણવામાં આવે તો 77.93 લાખ સુધીનું એરિયર્સ મળી શકે છે.

આગામી સમયમાં મળનારી મહત્વની બેઠકો અને સમીક્ષાઓ બાદ કર્મચારીઓના પગાર ધોરણ અને એરિયર્સ અંગેનું અંતિમ ચિત્ર વધુ સ્પષ્ટ થશે. દેશભરના લાખો કેન્દ્રીય કર્મચારીઓની નજર સરકાર અને પંચના આગામી નિર્ણયો પર કેન્દ્રિત થયેલી છે.

કર્મચારીઓ માટે નાણાકીય લાભો અને એરિયર્સની સંભાવનાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટે આ વિગત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.