Loading Please Wait !!!
અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની હેટ્રિક? લોકેશ કનગરાજની ફિલ્મ ‘AA23’ માં એન્ટ્રીની ચર્ચા

  • ‘ડીજે’ અને ‘આલા વૈકુંઠપુરમુલુ’ બાદ ત્રીજીવાર મોટા પડદે સાથે દેખાઈ શકે છે આ સુપરહિટ જોડી
  • દિગ્દર્શક સ્ક્રિપ્ટને આપી રહ્યા છે આખરી ઓપ; ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ થશે શરૂ
  • AA23’ કાસ્ટિંગ અપડેટ: શું પૂજા હેગડે બનશે અલ્લુ અર્જુનની લેડી લવ? ફેન્સમાં ભારે ક્રેઝ

સિટી ન્યુઝ @ મુંબઈ 

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 'સ્ટાઇલિશ સ્ટાર' અલ્લુ અર્જુન અને પ્રખ્યાત દિગ્દર્શક લોકેશ કનગરાજની આગામી ફિલ્મ, જેને અત્યારે કામચલાઉ ધોરણે 'AA23' નામ આપવામાં આવ્યું છે, તે સતત ચર્ચામાં છે. નવીનતમ અહેવાલો મુજબ, આ હાઈ-વોલ્ટેજ એક્શન ફિલ્મમાં અભિનેત્રી પૂજા હેગડેની એન્ટ્રી થવાની પ્રબળ શક્યતા છે. જો આ વાત ફાઈનલ થાય છે, તો અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની આ ત્રીજી ફિલ્મ સાથે હશે.

અગાઉ આ જોડીએ 'ડીજે: દુવ્વાડા જગન્નાધમ' અને બ્લોકબસ્ટર 'આલા વૈકુંઠપુરમુલુ' માં પોતાની કેમેસ્ટ્રીથી દર્શકોના દિલ જીત્યા હતા. ફિલ્મી ગલિયારામાં એવી ચર્ચા છે કે દિગ્દર્શક લોકેશ કનગરાજ પૂજા હેગડેને એક મહત્વપૂર્ણ રોલ માટે વિચારી રહ્યા છે. લોકેશ કનગરાજ જેઓ પોતાની યુનિક સ્ટોરીટેલિંગ અને 'લોકેશ સિનેમેટિક યુનિવર્સ' (LCU) માટે જાણીતા છે, તેઓ હાલમાં આ ફિલ્મની સ્ક્રિપ્ટને આખરી ઓપ આપી રહ્યા છે.

જોકે, હજુ સુધી લોકેશ કનગરાજ, અલ્લુ અર્જુન કે ફિલ્મના નિર્માતાઓ તરફથી કાસ્ટિંગ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ ટૂંક સમયમાં જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના છે. અલ્લુ અર્જુન અત્યારે પોતાની અન્ય ફિલ્મોમાં વ્યસ્ત છે, પરંતુ 'AA23' ને લઈને ચાહકોમાં સોશિયલ મીડિયા પર અત્યારથી જ ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. હવે જોવાનું એ રહેશે કે શું આ સુપરહિટ જોડી ત્રીજીવાર પડદા પર આવીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે કે કેમ.