‘વંદે માતરમ’ સમયે ફરજિયાત ઊભું થવું પડશે અપમાન કર્યું તો ત્રણ વર્ષની જેલ
લોકસભા અને રાજ્યસભામાં વંદે માતરમ બિલને મંજूरी બાદ રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો લાગુ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
રાષ્ટ્રગીત 'વંદે માતરમ'નું અપમાન હવે ગુનો ગણાશે. લોકસભા અને રાજ્યસભા દ્વારા 'વંદે માતરમ બિલ'ને મંજૂરી મળ્યા પછી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ મંગળવાર, ૧૧ ઓગસ્ટના રોજ બિલને મંજૂરી આપી, તેને કાયદો બનાવ્યો.આ કાયદાના અમલ સાથે, રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ ગાવામાં જાની જોઈને અટકાવવામાં આવે અથવા અવરોધ ઊભો કરે તો ગુનો ગણાશે, આ બિલ તેને હાલમાં રાષ્ટ્રગાન જેવું જ કાનૂની રક્ષણ આપશે.રાષ્ટ્રગીતની મંજૂરી સાથે, 'રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, ૨૦૨૬' હવે કાયદો બની ગયો છે. આ કાયદો ‘વંદે માતરમ’ ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ જેટલો જ દરજ્જો આપે છે.
રાજ્યસભાએ ૨૯ જુલાઈના રોજ આ બિલને મંજૂરી આપી હતી, જ્યારે લોકસભાએ ૩૦ જુલાઈના રોજ તેને પસાર કર્યું હતું. હવે, રાષ્ટ્રપતિએ પણ આ બિલને મંજૂરી આપી દીધી છે, જેથી આ બિલ હવે કાયદો બની ગયો છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેરાત કરી હતી કે, ૧૫ ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન પહેલીવાર લાલ કિલ્લાના કિલ્લા પરથી ‘વંદે માતરમ’ ગાવામાં આવશે, આ અગાઉ, રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ કાયદામાં રાષ્ટ્રગાન (જન ગણ મન) ગાવાને ઇરાદાપૂર્વક અટકાવવા અથવા તેના ગાન દરમિયાન સભામાં વિક્ષેપ પાડવા પર પ્રતિબંધ હતો. જોકે, રાષ્ટ્રગીત માટે આવો કોઈ કાયદો નહોતો.રાષ્ટ્રગાનનું અપમાન કરવા બદલ ૩ વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકી હતી, ત્યારે બીજી અને ત્યારપછી દર વખતે દોષી બનવા બદલ ઓછામાં ઓછી એક વર્ષની જેલની સજા થઈ શકી હતી.
જૂના કાયદામાં રાષ્ટ્રગીત માટે આવી સુરક્ષા પૂરી પાડવામાં આવી ન હતી. જ્યારે બિલ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે કહેવામાં આવ્યું કે, ‘હાલમાં, ‘વંદે માતરમ’ ગાવાના અપમાનને રોકવા માટે કોઈ ચોક્કસ કાનૂની જોગવાઈ નથી, જ્યારે તેને રાષ્ટ્રગીત તરીકે ગાન આપવામાં આવે છે.’
જ્યારે હવે, કોઈપણ વ્યક્તિને રાષ્ટ્રગીત ગાવામાં ઇરાદાપૂર્વક અટકાવવા અથવા તે ગાતી વખતે સભામાં ખલેલ પહોંચાડવાથી રોકવા માટે, કાયદાની કલમ ૩માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે, જેથી રાષ્ટ્રગીતને તેના દાયરામાં લાવી શકાય અને આવા કૃત્યોને સજાપાત્ર બનાવી શકાય.