કોકરોચ જનતા પાર્ટીના 96% ફોલોઅર્સ ઈન્ડિયન !
=> ભાજપ નેતાએ કહ્યું હતું મોટાભાગના ફોલોઅર્સ પાકિસ્તાનથી છે: તે વાત ખોટી નીકળી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
પાછલા અઠવાડિયે અસ્તિત્વમાં આવેલી અને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફોલોઅર્સની સાથે સમાચારોમાં છવાઈ ગયેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ને બીજેપીએ ‘પાકિસ્તાન જનતા પાર્ટી’ કરાર આપી દીધી છે. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય સચિવ તેજિંદર બગ્ગાએ કહ્યું કે ‘કોકરોચ જનતા પાર્ટી’ અસલમાં ‘પાકિસ્તાન જનતા પાર્ટી’ છે, કારણ કે ઇન્સ્ટાગ્રામ પર આના મોટાભાગના ફોલોઅર્સ પાકિસ્તાનથી છે.તેજિંદર બગ્ગાએ X પર એક ગ્રાફિક શેર કર્યું છે જેમાં દેખાડવામાં આવ્યું છે કે કોકરોચ જનતા પાર્ટીના ફોલોઅર્સમાં ૪૯% પાકિસ્તાનથી છે. જો કે તેજિંદર બગ્ગાએ આ ડેટા ક્યાંથી લીધો છે, તેનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ ગ્રાફિકના મુજબ પાકિસ્તાન પછી અમેરિકામાં રહેવા વાળા લોકો કોકરોચ જનતા પાર્ટીના બીજા મોટા ફોલોઅર્સ છે. અમેરિકા અને બાંગ્લાદેશના ૧૪-૧૪ ટકા ફોલોઅર્સ છે. જ્યારે ભારત, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, સાઉદી અરેબિયાના ક્રમશ ૯ અને ૩-૩-૩ ટકા ફોલોઅર્સ છે. આ પહેલા, કોકરોચ જનતા પાર્ટીના એક્સ એકાઉન્ટ પર ગુરુવારે રોક લગાવી દેવામાં આવી. જો કે આના પર રોકના થોડી જ વાર પછી કોકરોચ ઈઝ બેક નામે એક બીજું હેન્ડલ બનાવી દેવામાં આવ્યું. આના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું, “આ વાતની આશા પહેલાથી હતી કારણ કે કાલથી અમારા એકાઉન્ટને હેક કરવાના પ્રયાસો ચાલી રહ્યા હતા. પરંતુ સરકારનો દાવ ઊંધો પડી ગયો છે.” કોકરોચ ઈઝ બેક એક્સ હેન્ડલ શરૂ થવાના આશરે એક કલાકથી થોડી વાર પછી ૩.૪૦ વાગ્યે આના ફોલોઅર્સની સંખ્યા ૧૬,૮૦૦ હતી.
અભિજિતની માંગને જોરદાર રીસ્પોન્સ
=> શિક્ષણમંત્રીનું રાજીનામાને લાખો લોકોનું સમર્થન
=> અભિજિતના માતા પિતાએ કહ્યું : "દીકરાની ધરપકડનો ડર લાગે છે"
=> અમારો દીકરો વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવી રહ્યો છે
=> તંત્રનો ડર છે, ક્યારે શું થાય કહી શકાય નહીં
=> અમને તેના સુરક્ષાની ચિંતા સતાવી રહી છે
'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકેએ શુક્રવારે સોશિયલ મીડિયા પેજ બનાવવાના ૭ દિવસ પછી પહેલી ઓનલાઈન પિટિશન લઈને આવ્યા. જેમાં તેમણે NEET પેપર લીક મામલે શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરી છે.દીપકેએ X પર વીડિયો પોસ્ટ કર્યો. તેમણે કહ્યું- આજે આપણે એક પિટિશન શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરવામાં આવી છે. તમે બધા લોકો વધુમાં વધુ આ પિટિશન પર સહી કરો. જેથી સિસ્ટમની ભૂલ પર સવાલ ઉઠી શકે.CJI સૂર્યકાંતે ૧૫ મેના રોજ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન દેશના બેરોજગાર યુવાનોને 'કોકરોચ' કહ્યા હતા. ૧૬ મેના રોજ તેમણે સ્પષ્ટતા કરી અને કહ્યું- 'મેં યુવાનોની ટીકા કરી ન હતી. મારા નિવેદનને ખોટી રીતે જોવામાં આવ્યું.' તે જ દિવસે અભિજીતેએ 'કોકરોચ જનતા પાર્ટી' સોશિયલ મીડિયા પેજ બનાવ્યું. બીજી તરફ, 'કોકરોચ જનતા પાર્ટી' પેજ ઈન્સ્ટાગ્રામ પર અચાનક લોકપ્રિય થતાં તેના સ્થાપક અભિજીત દીપકેના માતા-પિતા ખૂબ જ પરેશાન થઈ ગયા છે.