અમરનાથ બાબાનો પ્રથમ ફોટો આવ્યો
=> 6 ફૂટનું શિવલિંગ બન્યુ : 3 જુલાઈથી યાત્રાનો પ્રારંભ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા શનિવારે બરફથી બનેલા શિવલિંગ (બાબા બર્ફાની)ની પ્રથમ તસવીરો સામે આવી ગઈ છે. તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે શિવલિંગે પોતાનો આકાર લઈ લીધો છે. આ દરમિયાન સુરક્ષા માટે તહેનાત જવાનોએ સૌથી પહેલા શિવલિંગના દર્શન પણ કર્યા. અમરનાથ યાત્રા આ વર્ષે 3 જુલાઈ 2026 થી શરૂ થઈને 9 ઓગસ્ટ 2026 સુધી ચાલશે.