Loading Please Wait !!!
રાજકોટમાં 20,000માં ઘર ચલાવવું મુશ્કેલ

મોંઘવારી બેકાબૂ; દૂધ, કરિયાણુ, શાકભાજી, પેટ્રોલ, સ્કૂલ-ફીમાં ભાવ વધારાથી મધ્યમવર્ગનું બજેટ વેર વિખેર
 
સિટી ન્યૂઝ@રાજકોટ

મોંઘવારીના વધતા ભાર વચ્ચે રાજકોટમાં સામાન્ય મધ્યમવર્ગીય પરિવાર માટે ૨૦ હજારના માસિક બજેટમાં ઘર ચલાવવું દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યું છે. દૂધ, શાકભાજી, અનાજ-કઠોળ, પેટ્રોલ, સ્કૂલ ફી સહિતના અનિવાર્ય ખર્ચમાં સતત વધારો થતાં મહિનાના અંત સુધી પહોંચતા પહેલાં જ ઘરનું બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. રિઝર્વ બેન્કના નવેમ્બર ૨૦૨૪ના કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વેમાં દેશના ૧૯ શહેરોના ૬,૦૭૮ લોકોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. સર્વેમાં વર્તમાન આર્થિક સ્થિતિ, રોજગારી, ભાવસ્તર, આવક અને ઘરખર્ચ અંગે લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. RBIના આંકડા મુજબ નવેમ્બર ૨૦૨૪માં ૮૦.૯ ટકા લોકોએ એક વર્ષ અગાઉની સરખામણીએ ઘરખર્ચ વધ્યો હોવાનું જણાવ્યું હતું, જ્યારે આગામી એક વર્ષમાં ૮૦.૮ ટકા લોકોનો ઘરખર્ચ વધવાની અપેક્ષા હતી. આવશ્યક ચીજવસ્તુઓના ખર્ચ અંગે ૮૮.૬ ટકા લોકોએ વધારો નોંધાવ્યો હતો.રાજકોટના સામાન્ય પરિવારનું ઉદાહરણ લઈએ તો ૨૦,૦૦૦ની માસિક આવકમાંથી જ દૂધ, શાકભાજી, કરિયાણું, પેટ્રોલ, બાળકોની સ્કૂલ ફી અને અન્ય જરૂરી ખર્ચ કાઢવામાં આવે તો બચત માટે બહુ ઓછી રકમ બચે છે. અચાનક આવતો મેડિકલ ખર્ચ, વાહનનો ખર્ચ, કપડાં કે અન્ય ઘરગથ્થુ જરૂરિયાતો ઉમેરાય તો ૨૦ હજારનું બજેટ વધુ તંગ બની જાય છે.

₹20 હજારનું અંદાજિત માસિક બજેટ

ખર્ચ અંદાજિત માસિક રકમ
દૂધ ₹1,500
શાકભાજી-ફળ ₹2,500
દાળ, ચોખા, લોટ, તેલ સહિત કરિયાણું ₹4,000
પેટ્રોલ/પરિવહન ₹2,000
સ્કૂલ ફી અને અભ્યાસ સંબંધિત ખર્ચ ₹3,000
વીજળી, ગેસ, મોબાઈલ વગેરે ₹2,000
અન્ય ઘરખર્ચ ₹2,000
કુલ ₹19,000

જરૂરી ચીજોના ભાવ વધે તો બજેટ પર સીધી અસર

આપેલા અંદાજ મુજબ તુવેર દાળ ૧૫૦થી વધીને ૧૬૫, મગની દાળ ૧૧૫થી ૧૨૫, ચણાની દાળ ૮૫થી ૯૫ અને અડદની દાળ ૧૩૦થી ૧૪૦ સુધી પહોંચે તો માસિક કરિયાણાના ખર્ચમાં સીધી અસર થાય છે. સિંગતેલ ૧૭૫થી ૧૮૫ અને કપાસિયા તેલ ૧૧૫થી ૧૬૦ થાય તો રસોડાના બજેટ પર વધારાનો બોજ પડે છે. લસણના ભાવમાં પણ ૨૫૦થી ૩૦૦ સુધીનો વધારો દર્શાવવામાં આવ્યો છે.

હવે ગોળના ભાવ વધવાની સંભાવના

ડુંગળી અને ખાંડ જેવી જીવનજરૂરી વસ્તુઓના ભાવ વધતા ગૃહીણીઓમાં દેકારો