Loading Please Wait !!!
ઈશાન ખટ્ટર એક્ટ્રેસ સારા અર્જુનને ડેટ કરી રહ્યો છે?

મોડલ ચાંદની સાથે બ્રેકઅપ બાદ

બોલિવુડ એક્ટર ઈશાન ખટ્ટર અને મોડલ ચાંદની બેઝના સંબંધોની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ હવે સમાચાર છે કે બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા છે. અહેવાલો મુજબ, ઈશાન અને ચાંદનીએ લગભગ ૩ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. હવે બંનેએ પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. ખાસ વાત એ છે કે બંનેએ ક્યારેય પોતાના સંબંધને સત્તાવાર રીતે સ્વીકાર્યો ન હતો, પરંતુ તેમની સાથેની તસવીરો અને જાહેર સ્થળોએ સાથે જોવા મળવાની ઘટનાઓ અવારનવાર ચર્ચામાં રહેતી હતી. ઈશાન અને ચાંદનીનું બ્રેકઅપ કોઈ મોટા વિવાદને કારણે થયું નથી. બંનેએ પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંને હવે પોતાના જીવનમાં આગળ વધવા માંગે છે.