Loading Please Wait !!!
ટ્રેની IPS એ મારા પર કોન્ડમના પેકેટ ફેંક્યા: મહિલા ટ્રેની અધિકારી

  • દેશની અગ્રણી પોલીસ એકેડેમીમાં મહિલા ટ્રેનીનું શોષણ
  • પીડિત મહિલા ટ્રેની અધિકારીએ કહ્યું IPS અધિકારી ઉદય કૃષ્ણા રેડ્ડીએ તેને અશ્લીલ અને આપત્તિજનક મેસેજ મોકલ્યા હતા

સિટી ન્યૂઝ@હૈદરાબાદ

હૈદરાબાદના શિવરામપલ્લી ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલા ટ્રેની અધિકારીની લેખિત ફરિયાદને આધારે અત્તાપુર પોલીસે ટ્રેની આઈપીએસ અધિકારી ઉદય કૃષ્ણા રેડ્ડી સામે જાતીય સતામણી મારપીટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પીડિત મહિલા ટ્રેની અધિકારીના જણાવ્યા મુજબ, આ ઉત્પીડન જૂન મહિનાના અંતથી શરૂ થયું હતું. આરોપી IPS અધિકારી ઉદય કૃષ્ણા રેડ્ડીએ તેને અશ્લીલ અને આપત્તિજનક મેસેજ મોકલ્યા હતા તેમજ અન્ય ટ્રેનીઓની સામે તેના વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આટલું જ નહીં, મહિલા અધિકારીની તેમની મંજૂરી વિના એક ખાનગી વિડિયો રેકોર્ડ કરી લીધો હતો અને બદનામ કરવાના હેતુથી તે વિડિયો પીડિતાના પતિને મોકલીને તેને બ્લેકમેલ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

એફઆઈઆરની વિગતો મુજબ, ૯ જુલાઈની રાત્રે આરોપીએ મહિલા અધિકારીને બળજબરીપૂર્વક અટકાવીને પોતાના રૂમમાં ખેંચી ગયો હતો, ત્યાં તેના વાળ પકડીને ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગળા પર ચપ્પુ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના દરમિયાન આરોપીએ મહિલા પર કોન્ડમના ૩ પેકેટ ફેંક્યા હતા અને તેના પ્રાઈવેટ પાર્ટ્સને અડવાનો પ્રયાસ કરી શારીરિક અડપલાં કર્યા હતા. ત્યારબાદ ૧૦ જુલાઈના રોજ પણ તેની સાથે ફરીથી મારપીટ કરવામાં આવી હતી.

દેશના ભાવિ પોલીસ અધિકારીઓને તાલીમ આપતી દેશની ટોચની એકેડેમીમાં જ આવી ઘટના બનતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. અત્તાપુર પોલીસે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને આગામી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.