પર્યુષણ એટલે પાવર ઓફ પ્યોરિટી !
જૈન સમાજના પર્વોના રાજા ગણાતા પર્યુષણની મહિમા કંઈક અનોખી છે
પર્યુષણનું હાર્દ ક્ષમાપના થકી આત્મશુદ્ધિ છે જેને પામવા માટે ૮ દિવસની ટ્રેઈનિંગની બહુ જ સુંદર લૌજિકલ વ્યવસ્થા પૂર્વેના આચાર્યોએ કરી છે
સિટી ન્યૂઝ@રાજકોટ
જૈન ધર્મમાં પર્યુષણને પર્વાધિરાજ એટલે કે તમામ તહેવારોનો રાજા માનવામાં આવે છે. સામાન્ય ઉત્સવોમાં આહ્લાદ, ભૌતિક આનંદ અને ખાન-પાન મુખ્ય હોય છે; જ્યારે પર્યુષણ એ અંતર્મુખી બનીને આત્માની શુદ્ધિ કરવાનું પર્વ છે. પર્યુષણ એ માત્ર ધર્મક્રિયાઓના રૂટીનને અનુસરવાના દિવસો નથી; મન, વચન અને કાયાની શુદ્ધિ માટેનું એક અત્યંત વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક માળખું છે. મેથેમેટિકલી આ ૮ દિવસની ગોઠવણી એ રીતે કરવામાં આવી છે કે જે વ્યક્તિ પૂરા સમર્પણ સાથે એમાં ઇંવોલ્વ થઈને આરાધના કરે તો મનમાં સંચિત થયેલા ક્રોધ, લોભ જેવા કષાયોની તીવ્રતા ઘટતી પૂરી રીતે શક્ય છે. આજથી શરૂ થઈ રહેલા પર્યુષણ પર્વની સાથે પર્યુષણની વિશેષ લેખમાળાના પહેલા અધ્યાયમાં પર્યુષણ શું કામ ખાસ છે, પર્યુષણનું અંતિમ ધ્યેય શું છે અને કઈ રીતે આજથી શરૂ થતા ૮ દિવસને ઉજવવા જોઈએ એ જાણીએ.જૈન આચાર્ય ભગવંત ધર્મ અને ધર્મક્રિયાનો અર્થ સમજાવવાની એક અનોખી લિટમસ ટેસ્ટ આપે છે. ધર્મક્રિયા તમને સફતિ આપશે, પરા ધર્મ તમને પરમ ગતિ સુધી લઈ જશે. જોકે બન્ને વચ્ચેનો ભેદ કેમ સમજવો? એનો સરળ ઉપાય છે કે દરેક ક્રિયા પછી જાતને પૂછો કે આમ કરવાથી મારા મનમાં રાગ અને द्वेष ઓછો થયા? જો જવાબ હા હોય તો તમે ધર્મ કર્યો અને ના હોય તો તગે માત્ર ધર્મક્રિયા કરી કહેવાય.
જૈન પરંપરાના મૂળ આગમ ગ્રંથો અઈમાગધી અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. પ્રાકૃત ભાષામાં આ પર્વ માટે મૂળ શબ્દ પરુસણા અથવા પરિજ્જસણા છે. કાળક્રમે સંસ્કૃત ભાષામાં એનું શાબ્દિક રૂપાંતરણ પર્યુષણ થયું, જૈન આચાર્યો અને પ્રાચીન શાસ્ત્રકારોએ પર્યુષણ શબ્દને મુખ્યત્વે બે સંસ્કૃત ધાતુઓ અને ઉપસર્ગના આધારે વિગતવાર સમજાવ્યો છે. પરી વત્તા પર્સન. એમાં પરી એટલે કે ચારેય તરફથી, સંપૂર્ણપણે, યોગમેથી અને વસન એટલે કે નિવાસ કરવો, વાસ કરવો કે સ્થિર થવું. આપણું વર્ષ માનવમન અને ઇન્દ્રિયો બહાર જગતના વિષયો, ભૌતિક સુખો, વ્યાપાર-ધંધા અને રાગ-દ્વેષમાં દોડતું રહે છે. પર્યુષણના દિવસોમાં મનને ચારેય તરફથી સંકોચીને પોતાના શુદ્ધ આત્મામાં સ્થિર કરવું એને પર્યુષણ કહેવાય છે. બીજી એક વ્યાખ્યા મુજબ પર્યુષણ શબ્દ પરી અને ઉષણ આ બે શબ્દના સંયોજનથી બન્યો છે. પરી એટલે કે સંપૂર્ણ રીતે અને ઉષણ એટલે કે તપાવવું, સળગાવવું કે બાકીને નષ્ટ કરવું. તપ, સંયમ, સ્વાધ્યાય અને જપરૂપી અગ્નિ દ્વારા આત્મા પર ચોટેલા ક્રોધ, માન, માયા અને લોભ જેવા ચાર કષાયો તેમ જ પ્રાચીન કર્મરૂપી કચરાને ચારેય બાજુથી બાકીને સાફ કરવાનું પર્વ એટલે પર્યુષણ.અહીં જૈન બગોળ-
બૂગોળના જાણકાર વૈજ્ઞાનિક ગ્રંથોના સ્થાપિતા આચાર્ય શ્રી નંદીઘોષસૂરિ મહારાજાસાહેબ કહે છે, ‘પર્યુષણનું હાર્દ ક્ષમાપના થકી આત્મશુદ્ધિ છે જેને પામવા માટે ૮ દિવસની ટ્રેઈનિંગની બહુ જ સુંદર લૌજિકલ વ્યવસ્થા પૂર્વેના આચાર્યોએ કરી છે. જો તમારે અંતરની શુદ્ધિ જોઈએ તો તમારે માફ કરવા પડે અને માફી માગવી પડે. મનમાં વે-ઝેરની ગાંઠ સાથે ક્યારેય આત્મશુદ્ધિ થઈ જ નહીં. હવે પ્રશ્ન એ છે કે આ માફી માગવી અને આપવી સહેલી તો નથી, એના માટે શું કરવાનું? તો કષાય એટલે કે ક્રોધ, માન, માયા અને લોભને ઘટાડો. આ ૪ જ એ નડતર છે જે તમને માફી માંગતા અને માફી આપતા રોકે છે.
આગળ કહું એમ પર્યુષણનું હાર્દ ક્ષમાપના છે અને ક્ષમાપના વિના આત્મશુદ્ધિ અસંભવ છે. પૂજ્ય નંદીઘોષસૂરિ મહારાજાસાહેબ કહે છે, ‘કોઈને માફ કરવા કે કોઈની માફી માગવી ત્યારે જ સરળ બને જ્યારે કષાયો નબળા પડે. શાસ્ત્રોમાં કષાયોની તીવ્રતાના આધારે ૪ સ્તર દર્શાવાયા છે. સંજવલન એટલે કે સૌથી ઓછી તીવ્રતા, જે સામાન્ય રીતે ૧૫ દિવસ સુધી છે.
પ્રત્યાખ્યાનાવરણ એટલે કે મધ્યમ તીવ્રતા, જે આશરે ૪ મહિના સુધી પ્રભાવ રાખે. અપ્રત્યાખ્યાનાવરણ એટલે કે ઉચ્ચ તીવ્રતા, જે આખા વર્ષ સુધી મનમાં ગાંઠ બાંધી રાખે. અનંતાનુબંધી એટલે કે અત્યંત ઘોર તીવ્રતા, જે આજીવન અથવા ભવોભવ સુધી વેર-વિરોધ કાયમ રાખે. જો સંવત્સરીના દિવસે પણ ક્ષમાપના ન થાય અને વેરની ગાંઠ અકબંધ રહે તો એ અનંતાનુબંધી કષાય જીવને સંસારભ્રમણ અને દુર્ગતિ તરફ દોરી જાય છે. આ જ કારણથી પૂર્વના સમર્થ આચાર્યોએ ૮ દિવસનું મનોવૈજ્ઞાનિક માળખું ઘડ્યું છે. પ્રથમ ૩ દિવસ અમારી (જીવદયા) પ્રવર્તન એટલે કે અહિંસાના મહાત્મ્ય પર પ્રવચનો અને કંતવ્યો દ્વારા કષાયોને મંદ કરવા, ચોથા અને પાંચમા દિવસે પ્રભુ મહાવીરના જીવનચરિત્રના શ્રવણ દ્વારા સમભાવની સાધના કરવી અને સરળતા કેળવવી. ચંદનબાલા, મૃગાવતી કે ગજસુકુમાલ જેવાં ઉત્તમ દ્રષ્ટાંતો દ્વારા ક્ષમાની ભૂમિકા તૈયાર કરવી.
અંતિમ ચરણમાં કઠોર મનને કોમળ બનાવી ‘ખામેમિ સવ્વ જીવો, સવ્વે જીવા મમંંતુ મં, મિતિત્તે સવ્વ ભૂવેસુ, વેરે મજ્ઝ ન કેસાઈ’ એટલે કે બધા જીવો મને ક્ષમા કરે, હું બધા જીવોને ક્ષમા કરું છું, બધા જીવો સાથે મૈત્રી છે અને વેર કોઈ સાથે નથી એ ભાવ સાથે અહંકાર ઓગાણીને જાતને નિર્મળ કરીને આત્મામાં લીન કરવી એ જ પર્યુષણનું પ્રયોજન છે. બીજી મહત્વની વાત એ કે આધ્યાત્મિક સાધના સીધી રીતે આપણી આંતરિક ઊર્જા અને આભામંડળ સાથે જોડાયેલી છે. જેમ કષાયો વધે એમ આભામંડળ સંકોચાઈને કલુષિત અને નકારાત્મક બને છે; પરંતુ જેમ સમભાવ અને ક્ષમા વધે એમ આભામંડળ શુદ્ધ, તેજસ્વી અને શુક્લ લેશ્યા તરફ ગતિ કરે છે.