વિશ્વની અનેક મોતની તબાહીઓ 26 તારીખે જ બની !
26નો કાળો સંયોગ; ઇતિહાસમાં 26મી તારીખે લખાઈ વિનાશની અનેક કહાનીઓ
સિટી ન્યૂઝ@નવીદિલ્હી
તારીખ ૨૬ ઓગસ્ટ વાર બુધવાર... નેપાળ આ દિવસ અને તારીખને ક્યારેય ભૂલી શકશે નહીં. આ તારીખે પાડોશી દેશ પર એવો ધા કર્યો જે કદાચ ક્યારેય ઓછો નહીં થાય. નદીમાં આવેલા વિનાશક પૂરે એક જ ક્ષણમાં બધું જ નષ્ટ કરી દીધું. હજારો લોકોના જીવ ગયા છે, તો કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનામાં એક સામાન્ય વાત એટલે કે તારીખ ૨૬ છે.મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાથી લઈને ગુજરાતમાં આવેલા ભૂકંપ અને જાપાનમાં આવેલા સુનામી સુધી, નેપાળમાં આવેલા પૂરે ભૂતકાળની દુર્ઘટનાઓ યાદ કરે તો સૌથી કોમન વાત છે તે તારીખ ૨૬.૨૫ ઓગસ્ટ મંગળવાર સુધી, નેપાળમાં બધું રાબેતા મુજબ હતું. લોકો તેમના રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતા, બાળકો શાળામાં હતા. કોઈને ખ્યાલ નહોતો કે બીજા દિવસે કોઈ આપત્તિ બધું જ તબાહ કરી દેશે.
સૂત્રો અનુસાર, નેપાળમાં આવેલા પૂરમાં ૯૩૬ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. મૃત્યુઆંક વધી રહ્યો છે. લગભગ ૩,૮૨૫ લોકો હજુ પણ ગુમ થવાના અહેવાલ છે અને તેમની શોધ ચાલી રહી છે. હવે ૨૬ મી તારીખ વિશે વાત કરીએ. ૨૬ મી ઓગસ્ટે નેપાળમાં આવેલા પૂરે ફરી એકવાર પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું ૨૬ મી તારીખ ખરેખર વિચિત્ર સંયોગ છે કે નહીં? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ કે વિશ્વભરમાં ઘણા દેશોમાં આ તારીખે આફતોનો અનુભવ થયો છે. જેમાં બધું જ તબાહ થઈ ગયું છે. આ તારીખે કેટલીક ઘટનાઓ બની છે, જેના કારણે આ તારીખ લોકોના મનમાં કોતરાઈ ગઈ છે.નેપાળમાં આ દુર્ઘટના ૨૬ મી તારીખે બનેલી આફતોના દુઃખદ ઇતિહાસમાં છે.
26 તારીખની કરુણ ઘટનાઓ પર એક નજર
-
૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ નેપાળ પૂર આપત્તિ: હિમાલય ફાટવાથી ભોંકોશો નદીમાંથી પાણી અને કાટમાળનો અચાનક પ્રવાહ આવ્યો, જેના કારણે નેપાળના રસુવા જિલ્લા અને નિયાથાપલા વિસ્તારોમાં વિનાશક પૂર આવ્યું.
-
૨૬ ઓક્ટોબર, ૨૦૧૫ હિંદુકુશ ભૂકંપ: ૨૬ ઓક્ટોબર, ૨૦૧૫ ના રોજ હિંદુકુશ પ્રદેશમાં ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના કેટલાક ભાગો પ્રભાવિત થયા હતા.
-
૨૬ મે ૨૦૨૬, યોગાકાર્તા અને ઈન્ડોનેશિયામાં ભૂકંપ: ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર યોગાકાર્તા નજીક ૬.૩ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે ભારે વિનાશ થયો હતો. હજારો ધરો અને ઇમારતોને નુકસાન થયું હતું.
-
૨૬ જુલાઈ, ૨૦૦૫ મુંબઈમાં પૂર: મહારાષ્ટ્રના મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો હતો, જેના કારણે વિનાશક પૂર આવ્યું હતું. મુંબઈ શહેરમાં ૨૪ કલાકમાં અસારે ૯૪૪ મીમી વરસાદ પડ્યો હતો. જેના કારણે રસ્તાઓ, ધરો અને રેલવે ટ્રેક ડૂબી ગયા હતા.
-
૨૬ ડિસેમ્બર, ૨૦૦૪ હિંદ મહાસાગર ભૂકંપ અને સુનામી: ઈન્ડોનેશિયાના સુમાત્રામાં કિનારે ૯.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હિંદ મહાસાગરના કિનારે આવેલા દેશોમાં વિનાશક સુનામી આવી. ઈન્ડોનેશિયા, શ્રીલંકા, ભારત અને થાઇલેન્ડ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.
-
૨૬ ડિસેમ્બર, ૨૦૦૩ ઇરાનમાં ભૂકંપ: ઇરાનના બામ શહેર પર ૬.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનાથી ઐતિહાસીક શહેર અને આસપાસની વસાહતોનો મોટાભાગે નાશ થયો હતો. હજારો ઇમારતો ધરાશાઈ થઈ હતી.
-
૨૫-૨૬ માર્ચ, ૨૦૦૨ અફઘાનિસ્તાન ભૂકંપ: ૨૫-૨૬ માર્ચ, ૨૦૦૨ ની રાત્રે ઉત્તર અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આચકા આવ્યા હતા. જેનાથી બાગલાન પ્રતના કેટલાક ભાગોને ગંભીર અસર થઈ હતી.
-
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ગુજરાત ભૂકંપ: આ દિવસે, ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેનાથી રાજ્યના મોટા ભાગો, ખાસ કરીને કચ્છ પ્રદેશને ગંભીર અસર થઈ હતી.
-
૨૬ એપ્રિલ, ૧૯૯૦ ચીન ભૂકંપ: ચીનના હિંધાઈ પ્રદેશમાં ૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે ગંગે વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયું હતું.
-
૨૬ નવેમ્બર, ૧૯૯૨ ઇન્ડોનેશિયામાં ભૂકંપ અને સુનામી: ઈન્ડોનેશિયાના પેન્ટર વિસ્તારમાં ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે સુનામી આવી હતી.
-
૨૬ મે, ૧૯૮૩ જાપાનના સમુદ્રમાં ભૂકંપ અને સુનામી: ઉત્તરી જાપાન નજીક જાપાનના સમુદ્રમાં ૭.૮ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સુનામી અકીતા અને આઓમોરી પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવી. આ સુનામીમાં મિલકતોને વ્યાપક નુકસાન થયું હતું.