Loading Please Wait !!!
જંતર-મંતરના વિરોધ પ્રદર્શનની તમામ FIR રદ

  • સ્યુપ્રીમ કોર્ટનો ‘સપર’ નિર્ણય
  • કોક્રોય જનતા પાર્ટીએ 5 સપ્ટેમ્બર માર્ચ પાછો ખેંચ્યો
સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે મંગળવારે કોક્રોય જનતા પાર્ટીના આંદોલન સાથે જોડાયેલી તમામ FIRને રદ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય માટે બંધારણની કલમ ૧૪૨માં આપેલી સત્તાઓનો ઉપયોગ કર્યો. જોકે, સરકારે કહ્યું કે પ્રદર્શન દરમિયાન ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ૨,૮૭૩ લોકો ત્યાં પહોંચ્યા હતા.માંથી જે લોકોએ તે દરમિયાન મારપીટ અથવા સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હોય તો તેમના પર આ કેસ ચાલુ રહેશે.

સુનાવણી પહેલાં કોક્રોય જનતા પાર્ટીએ  ૫ સપ્ટેમ્બરના માર્ચને પાછો ખેંચી લીધો. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પછી CJP નેતાઓ સાથે કરવામાં આવેલા ત્રણેય વચનો પૂરા કરવા માટે સરકાર વચનબદ્ધ છે.

NEET પેપર લીકના વિરોધમાં પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ પર નોંધાયેલી ૧૩ FIR રદ કરવાની દિલ્હી પોલીસની અરજી ૩૧ ઓગસ્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દાખલ કરી હતી. SG મહેતાએ કહ્યું હતું. અમે IA (ઇન્ટરલોક્યુટરી એપ્લિકેશન) દાખલ કરવા માંગીએ છીએ. આ પ્રદર્શન સાથે જોડાયેલું છે અને FIR રદ કરવા માટે છે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારના ૨૫ જુલાઈના નિર્ણય અનુસાર, દિલ્હી પોલીસ કોક્રોય જનતા  પાર્ટીના પ્રદર્શનો સાથે જોડાયેલી ૧૩ FIR આગળ ચલાવવા નથી માંગતી. ૨૦ જુલાઈએ CJP ના નેતૃત્વમાં દિલ્હીમાં યોજાયેલા માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સંસદ તરફ આગળ વધી રહેલી ભીડને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ લાઠીચાર્જ અને ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.

આ પછી વિદ્યાર્થીઓનું આંદોલન ઘણા શહેરો સુધી ફેલાઈ ગયું. તેમની મુખ્ય માગ તત્કાલીન કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું. આંદોલન ૨૦ જૂને જંતર-મંતરથી શરૂ થયું હતું. પ્રધાનના રાજીનામા અને સરકાર તરફથી CJP ની બીજી માગાણીઓ સ્વીકાર્યા પછી ૨૫ જુલાઈએ આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું.