બે ભાઈ વચ્ચે એક ફોન, નાના ભાઈએ ફોન લેતા મોટાભાઈએ ચપ્પુ મારી દીધું
મેંગલુરુનો ચોંકાવનારો બનાવ
ડોક્ટરોએ મૃત જાહેર કર્યો
સિટી ન્યૂઝ@કર્ણાટક
કર્ણાટકના મેંગલુરુમાં રવિવારે રાત્રે ૧૦:૩૦ વાગ્યાની છે. જ્યાં બે ભાઈઓ વચ્ચે ફોનને લઈને ઝઘડો થયો હતો. આ દરમિયાન નાના ભાઈ રાજુએ મોટા ભાઈ આદિવેપ્પા પર ચપ્પુ વડે હુમલો કર્યો. મોડી રાત્રે જ્યારે તેમની માતા દુકાન બંધ કરીને ઘરે પાછી ફરી, ત્યારે આદિવેપ્પાનો લોહીલુહાણ મૃતદેહ પડ્યો હતો. આદિવેપ્પાને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પરિવાર કોટુાર કોસ પાસે ભાડાના મકાનમાં રહેતો હતો. પોલીસે ઘટનાસ્થળની તપાસ કરી, તો જાણવા મળ્યું કે બંને ભાઈઓ પાસે એક જ ફોન હતો. જેના કારણે ઝઘડો થયો. ત્યારબાદ આરોપી રાજુની ધરપકડ કરવામાં આવી.