વડાપ્રધાન મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતમાં
વડોદરા અને નવસારીમાં 873 કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
સિટી ન્યૂઝ@ભાવનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૮ સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં તેઓ વડોદરા અને નવસારી ખાતે કરોડો રૂપિયાના વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પ્રવાસ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા અને વુડાના કુલ ૭ કામો સહિત રેલવે અને નેશનલ હાઈવે ઓથોરિટીના વિવિધ પ્રકલ્પો જનતાને સમર્પિત કરાશે. આ મુલાકાતને લઈને સ્થાનિક વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા
૬૦.૧૧ કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ૩ વિકાસકામોનું લોકાર્પણ થશે, જેમાં ગોલ્ડન, આજીએ અને વાઘોડિયા જંક્શન પર વરસાદી ગટર (૩૦.૨૮ કરોડ), ભાલાલીમાં પાણીની ટાંકી અને નેટવર્ક (૩૨.૬૧ કરોડ) તથા આજવા સરોવર ખાતે પોન્ટૂન સુવિધા (૨૭.૦૭ કરોડ) સામેલ છે. આ ઉપરાંત ૩૨.૬૩ કરોડના ખર્ચે બનનારી પાલિકાની નવી કચેરીના કામનું ખાતમુહૂર્ત પણ કરાશે.વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) અંતર્ગત ૨૨૭.૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા જાનપુર- સેવાસિની EWS આવાસો અને ૧૧ ગામોની નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરવામાં આવશે.