Loading Please Wait !!!
લોધિકા સંઘની ચૂંટણીમાં ‘પાર્ટી લાઈન’ બહાર પરિણામના એંધાણ?

રા.લો. સંઘ ચૂંટણીમાં ભાજપ હાઈકમાન્ડ માટે મોટો પડકાર
2-3 બેઠકો પર ‘બળવો’ પરિણામ બદલી શકે !

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ-લોધિકા સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. પાંચ બેઠકો પર ચૂંટણી જંગના સમીકરણો સતત બદલાઈ રહ્યા છે અને ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે પણ પડકાર ઊભા થવાના એંધાણથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા તેજી બની છે.પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીની બેઠક સૌથી વધુ ચર્ચામાં છે. એક જૂથ રૈયાણી અને બાબુ બસીતને હરાવવા માટે સક્રિય થયું હોવાની ચર્ચા વચ્ચે મતદારોને પોતાની તરફ ખેંચવા માટે બંને જૂથો વચ્ચે ખેંચાતા ચાલી રહી છે. આ ચૂંટણીને લઈને ભાજપ હાઈકમાન્ડ જો ગંભીરતાથી ધ્યાન નહીં આપે તો પાર્ટી માટે મોટું રાજકીય જોખમ ઊભું થઈ શકે છે, તેવી ચર્ચા સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.પાર્ટીએ નક્કી કરેલા ઉમેદવારો પૈકી બેથી ત્રણ બેઠકો પર નવાજૂનીના એંધાણ મળી રહ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. સત્તાવાર ઉમેદવારો સામે અસંતોષ, જૂથવાદ અને આંતરિક સમીકરણો ચૂંટણીનું ગણિત બદલી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુબા) અને વિજય સખીયા વચ્ચે પણ મતદારો પર પકડ મજબૂત કરવા માટે રસાકસી ચાલી હોવાનું ચર્ચાઈ રહ્યું

છે.રાજકોટ પાર્ટના ચેરમેન જયેશ બોઘરાની મંડળીના એક સભ્યએ હરીફ જૂથે પોતાની તરફ ખેંચી લીધા બાદ સમીકરણોમાં વળાંક આવ્યો હતો. જોકે, ત્રીજા દિવસે બોઘરા પોતાના સમર્થકને હરીફ જૂથની છાવણીમાંથી પરત ખેંચી લાવ્યા હોવાની ચર્ચા છે. પરિણામે ફરી બંને જૂથ વચ્ચે કસોકસનો મુકાબલો જામ્યો છે. અરવિંદ રૈયાણીના ગ્રુપ નંબર-૧ના ચાર પૈકી ત્રણ મતદારો ભૂજભરમાં ઉતરી ગયા હોવાની ચર્ચા પણ રાજકીય ગરમાવો વધાર્યો છે. જો આ સ્થિતિ યથાવત્ રહે તો રૈયાણી માટે પોતાની બેઠક જાળવી રાખવી પડકારજનક બની શકે છે.રૈયાણી વિરુદ્ધના મોરચાને બે ધારાસભ્યોના પરદા પાછળથી આશીર્વાદ હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોમાં છે. જોકે, આ દાવાની કોઈ પડકારવાર પુષ્ટિ થઈ નથી.દહેલડા બેઠક પર સત્તાવાર પુષ્ટિ થઈ નથી.દહેલડા બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર મનાતા મહેશ આસોદરિયા (રાદડિયા જૂથ) સામે પડકાર ઊભો થવો હોવાની ચર્ચા છે અને અહીં બોઘરાના એંધાણ જેવા મોની રહ્યા છે.બીજી તરફ કસ્તુરબાધામ (ત્રંબા બેઠક)*માં પણ જીત મેળવવા માટે બે જૂથ આમને-સામને આવી ગયા છે. બંને પક્ષો પોતાના સમર્થકોને એકત્રિત કરવામાં સક્રિય બન્યા છે.

  • ભાજપે સત્તાવાર ઉમેદવાર તરીકે રૈયાણીની જાહેરાત કરી હતી
  • અરવિંદ રૈયાણીને હરાવવાનો ખેલ ?
  • હરિફ ઉમેદવાર 3 મતદારોને લઈ શનિદેવના મંદિરે જઈને વિડીયો બનાવ્યો
રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સહકારી સંઘની ચૂંટણીમાં ભાજપના બે જૂથ આગળ સામે આવી જતા જબરી રસાકસી સર્જાઈ છે, આગામી તા.૮ સપ્ટેમ્બરે યોજનારી ચૂંટણી પૂર્વે અવનવા દાવપેચ ખેલાઈ રહ્યા છે, દરમિયાન તાજેતરમાં મતદારોને દબાવવા પ્રયાસ થઈ રહ્યા અંગેનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી છે.રા.લો. સંઘની કુલ ૧૬ બેઠકોમાંથી ૧૧ બિનહરીફ થઈ ગઈ છે,બાકીની પાંચ બેઠક ત્રંબા, માધાપર, પાડાસણ, કુવાડવા અને ખોપડલ ઉપર સીધો જંગ છે.કુવાડવા બેઠક ઉપર રાજ્યના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા મેદાનમાં છે, જે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. નીતિન ચોવટિયાએ ત્રણ મતદારો સાથે શનિદેવના મંદિરે જઈને વિડીયો બનાવ્યો છે જેમાં એવો કથિત આક્ષેપ કર્યો છે કે કુવાડવા બેઠકના ત્રણ મતદારોએ સમજૂતી કરીને નીતિન ચોવટિયાને ઉમેદવાર બનાવ્યા હતા, પણ ચોથા મતદાર અરવિંદ રૈયાણી એડી ચોટીનું જોર લગાવી મતદારોને દબાવ કરી રહ્યા છે. વિડીયોમાં મતદારે પોતે ભાજપના આજવાન સમર્થક હોવાનું કહી પ્રદેશ ભાજપના હોદ્દેદારોને એવી અપીલ કરી છે કે આ બાબતે પ્રદેશ કક્ષાએથી પક્ષ દરમિયાનગીરી કરે, તત્પશ્ચાંત તેમણે શનિદેવની સાક્ષીએ એકકૂટ રહેવાનો સંકલ્પ લીધો હોવાનું પણ વિડીયોમાં જણાવ્યું છે. ભાજપે બુધવારે જ કુવાડવાથી અરવિંદ રૈયાણીને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હતા, પણ હરિફ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચવાનો ઇન્કાર કરતા બળવાની સ્થિતિ બની છે.