Loading Please Wait !!!
સરકાર ખેડૂતોની પડખે નથી એટલે આંદોલન કરવું પડે છેઃ ઇસુદાન

» ‘દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’માં ઇસુદાન ગઢવીનું એલાન
 
» ભાજપના નેતાઓને કંપની, ગ્રાન્ટ, ટેન્ડર દેખાય છે ફક્ત વરસાદનો નહીં સારા નેતાઓઓ પણ દુષ્કાળ પડ્યો છે: ગોપાલ ઇટાલિયા

» કાલે કેબિનેટમાં દુષ્કાળ જાહેર નહીં થાય તો આંદોલનનો બીજો તબક્કો શરૂ થશે : આપ

» સરકાર મદદ કરવાના બદલે સરપંચો અધિકારીઓ અને પોલીસને ધમકાવી રહી છે : આપ

સિટી ન્યૂઝ@પોરબંદર

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ખંભાળિયા ખાતે આયોજિત દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહમાં મીડિયા સમક્ષ જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત રાજ્યના અગ્રગ્રસ્ત વિસ્તારોની ગંભીર પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે જ્યારે કુદરત સાથે નથી આપી ત્યારે સરકારે ખેડૂતોની પડખે ઊભા રહેવું જોઈએ, પરંતુ કમનસીબે સરકારે પણ ખેડૂતોને આકાશ અને જમીન વચ્ચે નિરાધાર છોડી દીધા છે. અત્યારે જામનગર, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં લાખો એકર જમીન અને લાખો ખેડૂતોની હાલત અત્યંત ખરાબ છે, સત્યાગ્રહના ચોથા દિવસે હજારો ખેડૂતો સ્વયંભૂ આંદોલનમાં જોડાઈ રહ્યા હોવા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી. ખેડૂતો કોઈ વૈભવી માંગણીઓ નથી કરી રહ્યા, માત્ર પોતાના હકના વળતરની માંગ કરી રહ્યા છે. પરંતુ સરકાર ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત રાહત આપવાના બદલે સરપંચો, કર્મચારીઓ, અધિકારીઓ અને પોલીસને ધમકાવીને આ

આંદોલનને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. હાલ ખેતરોમાં ચોમાસુ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, બિયારણનું નુકસાન થયું છે અને બોર-કૂવાના પાણી સુકાઈરહ્યા હોવાથી શિયાળુ વાવણીની પણ કોઈ શક્યતા નથી. ખેડૂતોના ગિસ્સા ખાલી છે અને તેઓ કરજના ડુંગર તળે દબાયેલા છે, છતાં સત્તાધારી નેતાઓ આ મુદ્દાને ભટકાવવાના અને જ્ઞાતિવાદના વાડામાં વહેંચવાના પાપિયા પ્રયાસો કરી રહ્યા છે. ઇસુદાન ગઢવીએ તમામ ધારાસભ્યોને પત્ર લખીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા અપીલ કરી છે અને

સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આવતીકાલની કેબિનેટ બેઠકમાં રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે, તો તેઓ બપોરે ૨ વાગ્યા પછી આંદોલનની બીજા તબક્કાની જાહેરાત કરશે. અંતમાં તેમણે તમામ ખેડૂતોને ભાવુક અપીલ કરતા કહ્યું હતું કે, કોઈ પણ ખેડૂત હિંમત ન হারে કે નિરાશ થઈને ખોટું પગલું ન ભરે; જ્યાં સુધી તેમના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી તેઓ ખેડૂતોના ખાતામાં હક્કનું વળતર ન જમા થાય ત્યાં સુધી લડતા રહેશે.સત્યાગ્રહ છાવણી ખાતે મીડિયા સમક્ષ આમ આદમી પાર્ટીના

ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતને બાદ કરતા લગભગ સમય ગુજરાતમાં નહિવત અથવા એકદમ ઓછો વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતે બિચારા, ખાતર, પાણી, દવા, મજૂરી બધાનો ખર્ચ કરી નાખ્યો છે હવે જો પાક સુકાઈ જાય તો ગુજરાતભરના ખેડૂતોને કરોડોનું નુકસાન થાય એમ છે, એટલે સરકાર દુષ્કાળ જાહેર કરે અને ખેતી કરનાર લોકોને તથા ભાગિયાઓને, ગજુરોને સરકાર મદદ કરે તો એક આર્થિક સંકટ ટાળી શકાય એમ છે. આ જ માંગ સાથે આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાતભરના ખેડૂતોનો અવાજ ઉઠાવનાર ઇસુદાન ગઢવીએ દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ શરૂ કર્યો છે. આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહે છે અને પોતાનો સુર પુરાવી રહ્યા છે. ઇસુદાનભાઈએ જે સુકાઈ રહેલો પાક દેખાય છે એ ભાજપના નેતાઓને કેમ નથી દેખાતો? ભાજપના નેતાઓને કંપની, ગ્રાન્ટ અને ટેન્ડર દેખાય છે એટલા માટે આ કાર્યક્રમમાં કહ્યું પણ હતું કે ફક્ત વરસાદનો નહીં પરંતુ સારા નેતાઓઓ પણ દુષ્કાળ પડ્યો છે.